સુભાનપુરામાં મહિલાનો શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળ્યો. - At This Time

સુભાનપુરામાં મહિલાનો શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળ્યો.


સુભાનપુરામાં આવેલ વલ્લભપાર્ક સોસાયટીમાં A - 14 નંબરનું ઘર ઘણા સમયથી બંધ હતું . તેમજ તેમાંથી દુર્ગંધ આવી રહી હતી . જેથી આસપાસના લોકોએ આ અંગે ગોરવા પોલીસને જાણ કરી હતી . પોલીસની હાજરીમાં મકાનનો દરવાજો ખોલતામાં તેમાં શિલ્પાબેન પરીખ નામની આધેડ મહિલાની લાશ મળી હતી . મહિલાની લાશ પરના કપડાં પણ અવ્યવસ્થિત હતા . જેથી આ મહિલાનું મોત શંકાસ્પદ સ્થિતિમાં થયું હોવાની શક્યાતા સાથે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે . તેમજ મહિલાના મોત અંગે ગોરવા પોલીસે તપાસ શરૂ કરી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon