પાદરામાં ઇટોના ભઠ્ઠા પાસે રહેતા શ્રમજીવીના ઝૂંપડામા આગ , પિતા , પુત્રી દાઝ્યા , પુત્રીનું મોત. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cnt9ozxk5qtin78c/" left="-10"]

પાદરામાં ઇટોના ભઠ્ઠા પાસે રહેતા શ્રમજીવીના ઝૂંપડામા આગ , પિતા , પુત્રી દાઝ્યા , પુત્રીનું મોત.


વડોદરાના પાદરા તાલુકાના મજાતણ ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠામાં રહેતા એક પરિવારના ઝૂંપડામાં આંગ ફાટી નીકળી હતી . આ ઘટનામાં પિતા - પુત્રીને ગંભીર રીતે ઇજા પહોંચી હતી . જેમાં બે વર્ષની માસુમ બાળકીનું ટૂંકી સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં કરુણ મોત નિપજયું હતું . ભઠ્ઠાની પાસે ઝૂપડામા રહે છે આ બનાવની વિગત એવી છે કે પાદરા તાલુકાના મજાતણ ગામની સીમમાં ઇંટોનો ભઠ્ઠો આવેલો છે . આ ઇટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા શ્રમજીવીઓ ઈંટોના ભઠ્ઠાની બાજુમાં આવેલી ખૂલ્લી જગ્યામાં ઝુપડાઓ બાંધીને રહે છે . જેમાં મૂળ યુ . પી . ના વતનીઆશિષકુમાર જાવટ પણ પરિવાર પણ ઝૂપડું બાંધીને રહે છે . મોડી સાંજે તેઓ તેમની બે વર્ષની પુત્રી રેતી ઝૂંપડામાં હાજર હતા . ટૂંકી સારવાર દરમિયાન મોત તે સમયે ઝૂપડામા સળગાવેલ ચુલામાં લટકતું પ્લાસ્ટિક પડી જતા પ્લાસ્ટિકના કારણે આગ ફાટી નીકળી હતી . જેમાં આશિષભાઇ પગમાં દાઝી ગયા હતા અને તેમની બે વર્ષની પુત્રી પણ પ્લાસ્ટિક શરીર ઉપર પડવાના કારણે કપડાં આગની લપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી . બે વર્ષની બાળકીનેતુર્તજ 108 એમ્બ્યુલન્સમાં પ્રથમ વડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી . જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી . વડોદરા સયાજી હોસ્પિટલમાં બે વર્ષની બાળકી રેતીનું સારવાર દરમિયાન કરુણ મોત દીધી હતું . શના ઇટોના ભઠ્ઠામાં ઘટના બની મજાચણ ગામની સીમમાં આવેલા ઈંટોના ભઠ્ઠામાં બનેલી આ ઘટનાને પગલે ઈંટોના ભઠ્ઠા ઉપર રહેતા શ્રમજીવીઓમાં ગમગીની ફેલાઈ ગઈ હતી . તો બીજી બાજુ વાડુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે . આ ઘટના મજાતણ ગામની સીમમાં શના બ્રિક્સ નામના ઇટોના ભઠ્ઠામાં બની હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]