બોટાદના સોનાવાલા હોસ્પિટલના CDMO એ ભાડાભથામાં કર્યો આશરે 4 લાખ રૂપિયાનો ગોટાળો: RDD ની તપાસમાં થયો ચોકાવનારો ખુલાસો - At This Time

બોટાદના સોનાવાલા હોસ્પિટલના CDMO એ ભાડાભથામાં કર્યો આશરે 4 લાખ રૂપિયાનો ગોટાળો: RDD ની તપાસમાં થયો ચોકાવનારો ખુલાસો


બોટાદના સોનાવાલા હોસ્પિટલના CDMO એ ભાડાભથામાં કર્યો આશરે 4 લાખ રૂપિયાનો ગોટાળો: RDD ની તપાસમાં થયો ચોકાવનારો ખુલાસો

બોટાદ: બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલના CDMO ડો. અલ્કાબેન બળદેવ ઉપર હાલ ખાતાકીય તપાસ ચાલી રહી છે. જે તપાસ વિભાગીય નાયબ નિયામક ડો. એમ. જે. ફેન્સી અને RCHO ડો. એ.કે. સિંહ ચલાવી રહ્યા છે. આ તપાસ દરમિયાન વિભાગીય અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, CDMO ડો. અલ્કાબેન બળદેવ દ્વારા જુલાઈ 2019 થી ડિસેમ્બર 2022 સુધી હાઉસ રેન્ટલ એલાઉન્સ પેટે સરકાર પાસેથી અંદાજીત 4 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી લીધેલ છે. જ્યારે અધિકારીઓ દ્વારા તપાસ કરતા CDMO સરકારી ક્વાટરમાં જ રહેતા હોવાનો ખુલાસો થવા પામ્યો હતો. આથી ભાડાભથું મેળવી CDMO એ આર્થિક સ્વાર્થ ખાતર ગોટાળો આચાર્યનું બહાર આવ્યું છે. હાલ ખાતાકીય તપાસ કરનાર અધિકારીઓ દ્વારા નાણાકીય રિકવરીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ CDMO ના બોટાદ ખાતેની પોતાની ફરજના કાર્યકાળ દરમિયાન 0 ડીલેવરી કરવાનો પણ ચોકાવનારો ખુલાસો તપાસમાં થવા પામ્યો છે. એક મહિલા તેમજ પોતે પણ એક ગાયનેકોલોજીસ્ટ હોવા છતાં એક પણ ડીલેવરી તેઓએ પોતાની ફરજ દરમિયાન કરાવી નથી. હાલ તો તપાસ ચાલુ થતા CDMO તબિયત નાદુરસ્ત હોવાનું કારણ દર્શાવી રજા પર ઉતરી ગયેલ છે. તેમજ CDMO ની નિવૃત્તિના સમયને પણ માત્ર અંદાજીત બે વર્ષ જેટલો જ સમય બાકી રહ્યો છે. તપાસ દરમિયાન હજું શું શું બહાર આવે છે તે જોવું રહ્યું!!!!

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.