વડોદરામાં CM ભુપેન્દ્ર પટેલે બાળમેળો અને VCCI એક્સપોનું ઉદ્ઘાટન કર્યું , ડ્રોનથી થતું શૂટિંગ અટકાવાયું . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hknjrgvjryogxmgq/" left="-10"]

વડોદરામાં CM ભુપેન્દ્ર પટેલે બાળમેળો અને VCCI એક્સપોનું ઉદ્ઘાટન કર્યું , ડ્રોનથી થતું શૂટિંગ અટકાવાયું .


શહેરમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બાળમેળો અને ત્યાર બાદ VCCI ના એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું . આ દરમિયાન કમાટીબાગ ખાતે CM ના કાર્યક્રમનું શૂટિંગ કરી રહેલા ડ્રોન કેમેરા સંચાલકને શૂટિંગ કરતો અટકાવી તેની પૂછપરછ કરવામાં આવી હતી . જો કે આ વ્યક્તિ શિક્ષણ સમિતિની શાળા માટે શૂટિંગ કરતો હોવાનું બહાર આવ્યું હતું . ડ્રોન ઉડતા તપાસ વડોદરાના કમાટીબાગ ખાતે શિક્ષણ સિમિતની શાળાઓ દ્વારા 50 માં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે . જેના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સવારે વડોદરા આવી પહોંચ્યા હતા . બાળમેળાના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સ્થાનિક ધારસભ્યો મંચ પર હાજર હતા ત્યારે કોઇ વ્યક્તિ દ્વારા ડ્રોન ઉડાડી તેનું શૂટિંગ કરવામાં આવતું હતું . જેથી આ બાબતે ત્યાં હાજર સુરક્ષા જવાનોનું ધ્યાન જતાં ડ્રોન ઉડવનારનું ડ્રોન નીચે ઉતરાવી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી . જેમાં આ વ્યક્તિ શિક્ષણ સમિતિની શાળાના રેકોર્ડ માટે આ શૂટિંગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું . ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ડ્રોન ઉડાડવા માટે મંજૂરી લેવી જરૂરી હોય ત્યારે આ ઘટનાને પગલે સુરક્ષા જવાનો એલર્ટ થઇ ગયા હતા .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]