જુનાગઢ જિલ્લામાં લુંટનો ગુનો આચરી દ્વારકા થી ભાગતા ફરતા આરોપીને દેવભૂમિ દ્વારકા ની S.O.G ટીમે દબોચી લીધો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c7mgnsubp1ouyclo/" left="-10"]

જુનાગઢ જિલ્લામાં લુંટનો ગુનો આચરી દ્વારકા થી ભાગતા ફરતા આરોપીને દેવભૂમિ દ્વારકા ની S.O.G ટીમે દબોચી લીધો.


પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ રાજકોટ વિભાગ - રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો,વ્યવસ્થા જળવાય તે અંગે ઇન્ચા.પોલીસ ઇન્સપેક્ટર , પી.સી.સિંગરખીયા, S.O.G દેવભૂમિ દ્વારકાને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ,

જે અનુસંધાને ગઇ તા.૦૭/૧૨/૨૦૨૨ એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. અશોકભાઇ સવાણી, પોલીસ હેડ કોન્સ. જીવાભાઇ ગોજીયા, જગદીશભાઇ વજશીભાઇ કરમુર વિગેરે એસ.ઓ.જી. લગતા ગુપ્ત કામગીરી બાબતે દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. અશોકભાઇ સવાણી તથા પોલીસ હેડ કોન્સ. જગદીશભાઇ કરમુરને ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ હકીકત મળેલ હોય કે જુનાગઢ જિલ્લામાં લુંટનો ગુનો આચરી દ્વારકા ખાતે ભિક્ષાવૃતી કરતો શબીર શાહ મહોબતશાહ રફાઇ રહે. ડુંગરપુર જુનાગઢ વાળો ઇસમ હાલ દ્વારકાના વરવાળા ગામ ખાતે રીક્ષા સ્ટેન્ડ પાસે ઉભો છે જે હકીકત આધારે તુરત જ જરૂરી કાર્યવાહી પુર્ણ કરી અને તપાસ કરતા હકીકત મુજબનો શંકાસ્પદ ઇસમ મળી આવેલ હોય જેનુ નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ શબીરશાહ મહોબતશાહ રફાઇ જાતે.મુસ્લીમ ધંધો ભિક્ષાવૃતી રહે.ડુંગરપુર, ટીંબળીયા સ્કુલની બાજુમાં જુનાગઢ વાળો હોવાનુ જણાવતા મજકુર ઇસમની આગવી ઢબે, યુક્તી પ્રયુક્તી થી પુછપછર કરતા આજથી આશરે એકાદ મહીના પહેલા જુનાગઢ ખાતે લુંટનો ગુનો આચરેલ તેમજ જુનાગઢથી દ્વારકા ખાતે આવી ભીક્ષાવૃતી કરતો હોવાની કેફીયત આપેલ છે જેથી મજકુર વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી પુર્ણ કરી વધુ પુછપરછ અર્થે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપી :-

(૧) શબીરશાહ મહોબતશાહ રફાઇ જાતે.મુસ્લીમ ધંધો ભિક્ષાવૃતી રહે.ડુંગરપુર, ટીંબળીયા સ્કુલની બાજુમાં જુનાગઢ

કામગીરી કરનાર ટીમ :

(૧) પી.સી. સિંગરખીયા, ઇન્ચા.પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા

(૨) અશોકભાઇ રાણાભાઇ સવાણી, એ.એસ.આઇ.

(૩) જગદીશભાઇ વજશીભાઇ કરમુર, પોલીસ હેડ કોન્સટેબલ

(૪) જિવાભાઇ કરણાભાઇ ગોજીયા, પોલીસ હેડ કોન્સટેબલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]