107 બોટાદ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ જનસમર્થન મેળવવામાં નિષ્ફળ ..? - At This Time

107 બોટાદ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ જનસમર્થન મેળવવામાં નિષ્ફળ ..?


મોટાભાગની સભાઓમાં કોંગ્રેસના કાર્યકરો જ નજરે પડી રહ્યા છે

બોટાદ વિધાનસભા ૧૦૭ બેઠક પર હાલ ત્રિપાંખિયો જંગ જામી ચૂક્યો છે તમામ પાર્ટીઓ પ્રચાર કરવામાં ગામડાઓ માં નીકળી ગયા છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રથમ કોળી સમાજના રમેશભાઇ મેરને ટિકિટ આપી નામ જાહેર કરવામાં આવેલ હતું. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનહરભાઈ પટેલ દ્વારા પાર્ટીના નિયમની ઉપરવટ જઈ રમેશભાઇ નું નામ કપાવી પોતે ટિકિટ હાંસલ કરી. પરંતુ તેઓ પાર્ટી નો વિશ્વાસ તો જીત્યા પણ ક્યાંક ને ક્યાંક લોકો નો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ નીવડ્યા હોઈ તેવું તેમની સભા પર થી દેખાઈ આવે છે.
હાલ મનહર પટેલ બોટાદ મત વિસ્તારો માં સભા આયોજનો કરી રહ્યા છે પરંતુ તેઓ ની સભા માં ફક્ત ને ફક્ત પાર્ટીના કાર્યકર્તાઓ જ ખેસ પહેરેલા નજરે પડી રહ્યા હતા. આથી ઉમેદવારને ક્યાંક ને ક્યાંક જનસંમર્થન મેળવવામાં નિષ્ફ્ળતા મળતી હોવાનું લોકમુખે ચર્ચા થઇ રહી છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.