દુષ્કર્મના ગુનામાં પ્રિન્સિપાલ નિર્દોષ, શિક્ષિકાને ખખડાવી વળતર ચૂકવવા આદેશ - At This Time

દુષ્કર્મના ગુનામાં પ્રિન્સિપાલ નિર્દોષ, શિક્ષિકાને ખખડાવી વળતર ચૂકવવા આદેશ


શારીરિક સ્થિતિનો ગેરલાભ લઇ ખોટી ફરિયાદ કરવાનું ભારે પડ્યું, તપાસનીશ બે મહિલા PSI સામે ખાતાકીય તપાસના આદેશ

શિક્ષીકા વળતર ન ચૂકવે તો 30 દિવસની જેલ સજાનો કોર્ટનો હુકમ

રાજકોટના નવાગામ (આણંદપર)ના પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ વિરુદ્ધ તેની શાળાના મહિલા શિક્ષિકાએ બદલી કરવાની તેમજ પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી અલગ-અલગ સ્થળે લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદના આધારે મહિલા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી જે ગુનામાં કોર્ટે શાળાના પ્રિન્સિપાલને નિર્દોષ ઠરાવી ફરિયાદીને વળતર ચૂકવવા અથવા 30 દિવસની સજા ભોગવવા આદેશ તેમજ આ કેસની તપાસ કરનાર બે મહિલા પીએસઆઇ સામે ખાતાકીય તપાસ કરવાનો આદેશ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.