રેલવે તંત્ર રાજકોટથી મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવીનો 9 દિવસનો પ્રવાસ કરાવશે - At This Time

રેલવે તંત્ર રાજકોટથી મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવીનો 9 દિવસનો પ્રવાસ કરાવશે


ભારતીય રેલવે દ્વારા ઉનાળાની રજાઓમાં શરૂ કરાઈ ઉત્તર ભારત પ્રવાસની ટ્રેન

ભારતીય રેલવે સમયાંતરે ફરવા લાયક સ્થળોની પ્રવાસી ટ્રેનનું આયોજન કરતી રહે છે. ત્યારે ભારતીય રેલવે દ્વારા ઉનાળાની રજાઓમાં વધુ એક ભારત ગૌરવ ઉત્તર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભારત ગૌરવ ઉત્તર દર્શન યાત્રા આગામી તા.25-5થી રાજકોટથી શરૂ થશે. 8 રાત અને 9 દિવસની યાત્રા દરમિયાન મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, માતા વૈષ્ણોદેવી કટરા લઇ જશે. કટરાથી ટ્રેન રાજકોટ તા.2-6ના પરત આવશે. જ્યાં જ્યાં રાત્રિ રોકાણ કરવાનું છે ત્યાં કેટેગરી મુજબ યાત્રિકોને હોટેલમાં રોકાણ કરાવવામાં આવશે. ટ્રેનમાં સામાન્ય લોકોને પરવડે તે માટે ત્રણ કલાસ રાખવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.