એસ્ટેટ બ્રોકર ગેરકાયદે હથિયાર અને કાર્ટીસ સાથે ઝડપાયો, આરોપી રોફ જમાવવા શોખથી હથિયાર રાખતો'તો - At This Time

એસ્ટેટ બ્રોકર ગેરકાયદે હથિયાર અને કાર્ટીસ સાથે ઝડપાયો, આરોપી રોફ જમાવવા શોખથી હથિયાર રાખતો’તો


રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે હથિયાર સાથે એક શખસની ધરપકડ કરવામાં આવી છે. નવલનગર-6માં રહેતાં અને જમીન મકાન લે-વેંચનો ધંધો કરતાં સાગર દેવાણંદભાઇ વાંક (ઉ.વ.28) નામના યુવાનને કોઠારીયા સોલવન્‍ટ જુના ટોલનાકા નજીક અમરદીપ મારબલ પાસેથી રૂ.20 હજારની દેશી બનાવટની પિસ્‍તોલ અને એક જીવતા કાર્ટીસ સાથે પકડી પાડવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્‍યારે મળેલી બાતમીના આધારે સાગર વાંકને સકંજામાં લઇ તપાસ કરવામાં આવતાં પિસ્‍તોલ-કાર્ટીસ મળતાં ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. તેણે આ પિસ્‍તોલ શોખ ખાતર રાખી હોવાનું અને ક્‍યાંથી લાવ્‍યો? તે અંગે ગોળ-ગોળ વાતો કરતો હોઇ જેથી સાચી વિગત મેળવવા રિમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. સાગર અગાઉ 2019માં માલવીયાનગર પોલીસમાં મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.