સાયલાના નવાગામ ગામે સી.એન.જી છોટા હાથીમાં વિસ્ફોટ થતા પિતા અને પુત્રનું મોત નીપજ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/b0ptoiilz9q4vo0d/" left="-10"]

સાયલાના નવાગામ ગામે સી.એન.જી છોટા હાથીમાં વિસ્ફોટ થતા પિતા અને પુત્રનું મોત નીપજ્યું.


ઘણા બધા સી.એન.જી.વાહનો માં વિસ્ફોટ થતા જોવા મળે છે. ત્યારે આજે બપોરે એક એવી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના નવાગામ બાવળીયા અને ધાંધલપુર ની બાજુમાં સી.એન.જી છોટા હાથી માં વિસ્ફોટ થયો જેમાં પિતા અને પુત્રનું કરૂણ મોત નીપજ્યું હતું. નવાગામ અને ધાંધલપુર ની સીમમાં પિતા અને પુત્ર સી.એન.જી કેરી છોટા હાથીમાં બ્લાસ્ટ થતા બળીને ખાખ થઈ ગયા. જ્યારે સૂત્રો પાસેથી માહિતી મુજબ મળતા બંને વ્યક્તિ વિંછીયા તાલુકાના ચિરોડા ગામના રહેવાસી કહેવામાં આવ્યું છે. સમગ્ર ઘટના જાણ થતા ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ.
અહેવાલ ..જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]