અમદાવાદ ના સાત વર્ષના કેનીલ આચાર્ય એ સ્ટેટ લેવલ કરાટે ટ્રનામેન્ટ મા ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો. - At This Time

અમદાવાદ ના સાત વર્ષના કેનીલ આચાર્ય એ સ્ટેટ લેવલ કરાટે ટ્રનામેન્ટ મા ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો.


આણંદ ખાતે આવેલ યુગપુરુષ સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મા ઓલ ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયન્સીપ નુ ૧૪ - ૧૫ ઓક્ટોબર 2023 આયોજન કરવામાં આવ્યુ છે.
અમદાવાદ ના 7 વર્ષ ના કેનીલ આચાર્ય એ ૧૪ ઓક્ટોબર ના રોજ સ્ટેટ લેવલ કરાટે ટ્રનામેન્ટ મા ફાઇટ કરી 1st રેન્ક જીત્યો છે. અને ગોલ્ડ મેડલ થી જજ દ્વારા સન્માન કરવામાં આવ્યું. કેનીલ કરાટે મા હાલમાં ઓરેન્જ બેલ્ટ ધરાવે છે. અગાઉ સ્ટેટ લેવલ પર પ્રથમ વખત રમી કરાટેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, ત્યારે જ તેને નક્કી કર્યું કે અવે બીજી વાર ની ફાઇટ માં ગોલ્ડ મેડલ જીતવો છે, એ નિર્ણય સાથે મક્કમ મનોબળ થી સ્કૂલ ના અભ્યાસ સાથે સતત પ્રેક્ટિસ અને મેહનતથી આ સક્ય બન્યું છે. ટુર્નામેન્ટ ના પંદર દિવસ અગાઉ થી રોજ ના ૪-૫ કલાક પ્રેક્ટિસ કરી છે. કેહવાય છે ને કશું ક પામવા માટે કે જીતવા માટે ના ઉંમર કે ના કોઈ મર્યાદા કે ના કોઈ સીમા હોય છે જો લક્ષ્ય ને મન અને દિલ માં ઉતારી લઈએ તો પછી ગમે તે વ્યક્તિ ગમે તે ઉંમરે ભલે એ બાળક હોય કે વૃદ્ધ વય નું હોય જીત અને સફરતા ચોક્ક્સ છે.

આનંદ નગર અને જીવરાજ ખાતે સીટો રયૂ કરાટે સ્પોર્ટ્સ એકેડેમી મા ટ્રેનીંગ ચાલુ છે અને કેનીલ અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ મા અભ્યાસ કરી રહયો છે. કેનીલ વલ્ડૅ રેકોર્ડ હોલ્ડર પણ છે અને ગત વર્ષે જ અમદાવાદ ના મેયર શ્રી ના હાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો
REPORT BY
SAURANG THAKKAR
A'BAD JILLA BEURO CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.