ઉના સ્થિતિ સાગર માર્ટના ઓનર હિતેશભાઈ રવૈયા ના ધરે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ દુંદાળા દેવ ગણપતિ બાપા નુ રંગેચંગે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતું - At This Time

ઉના સ્થિતિ સાગર માર્ટના ઓનર હિતેશભાઈ રવૈયા ના ધરે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ દુંદાળા દેવ ગણપતિ બાપા નુ રંગેચંગે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતું


ઉના ખાતે આવેલ તિરુપતિ કોમ્પલેક્ષમા બિરાજમાન ગણપતિ બાપ્પાને છપ્પનભોગ અર્પણ કરી મહા આરતી કરવામાં આવેલ
ઉનાના ગીર ગઢડા રોડ પર આવેલ સાગર માર્ટના ઓનર હિતેશભાઈ રવૈયા તેમનાં પત્નિ મીનાબેન રવૈયા અને તેમની બંન્ને પુત્રી હેન્સિ રવૈયા અને વેદાન્સી રવૈયા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દુંદાળા દેવ ગણપતિ બાપા નું વાજતે ગાજતે હર્ષોલ્લાસ થી ગણપતિ દાદા નું વિધિવત પૂજા અર્ચના કરી સ્થાપના કરવામાં આવેલ, આ દસ દિવસના ગણેશોત્સવ દરમ્યાન હિતેશભાઈ રવૈયાના ઘરે રોજે રોજ ધાર્મિક વિવિધ કાર્યક્રમો યોજાયા હતા
જ્યારે આજે ગણપતિ દાદા ને છપ્પન ભોગ અન્નકૂટ ભોગ ધરવામાં આવ્યો હતો અને સોસાયટીના ભાઈઓ-બહેનો બાળકો રહીશો સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહા આરતી નો લાભ લેતા રહે છે આસપાસ ના લોકો દ્વારા ગણેશ ઉત્સવનો ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને પ્રસાદી ગ્રહણ કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા હતા
રીપોંટીગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.