રાજકોટ દાઉદી વ્હોરા સમાજની સંસ્થાએ ૯૦ પરિવારોને રાશનકીટ આપી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6yojuj6xflbbmxvw/" left="-10"]

રાજકોટ દાઉદી વ્હોરા સમાજની સંસ્થાએ ૯૦ પરિવારોને રાશનકીટ આપી


રાજકોટમાં દાઉદી વ્હોરા સમાજની હેલપેર હેન્ડ એનજીઓ સંસ્થાએ વધું એક સદ્દકાર્ય કરી પોતાની યશકલગીમાં વધું એક પીછું ઉમેર્યું હતું સામાન્ય રીતે મોંઘવારી હોવા છતાં ધનિકો બેફામ ખર્ચ કરી રહ્યા છે બીજી બાજું એવાં મોટાં ભાગના લોકો રાત દિવસ તનતોડ મહેનત કરી રહ્યા હોય એમ છતા પોતાના ઘરનું પૂરું કરી શકતાં નથી આવા સમયે રાજકોટ દાઉદી વ્હોરા સમાજના સામાજિક અગ્રણી હોઝેફાભાઈ શાકિર સહિતના તેમની ટીમના અનેક સભ્યોએ એક એનજીઓ સંસ્થા બનાવી રાજકોટમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાતાઓના સહયોગથી તમામ પ્રકારની જરૂરીયાત પૂરી પાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે એનાં ભાગરૂપે તેમણે શહેરમાં ૯૦ પરિવારોને આબરૂથી રાશનકીટ પૂરી પાડી એક ખરાં અર્થમાં પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
હુસામુદ્દીન કપાસી જસદણ

રિપોર્ટર અમૃત રાઠોડ રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]