આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતાઓ - At This Time

આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતાઓ


આજે સવારથી જ રાજકોટ અને ગોંડલમાં વરસાદની ધીમી શરૂઆત.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. બુધવારે 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં 3.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં બુધવારની રાતે ભારે પવન ફૂંકાવાની સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. આજે સવારથી જ રાજકોટ અને ગોંડલ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં પણ હાલમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના ડાંગ,વલસાડ, તાપી, સુરતમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.