આજે સિહોર તાલુકાનું રાજપરા ખોડીયાર ગામે તાલુકા કક્ષાનો 74મો પ્રજાસત્તાક દિવસ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/64agroffsrcdnjvz/" left="-10"]

આજે સિહોર તાલુકાનું રાજપરા ખોડીયાર ગામે તાલુકા કક્ષાનો 74મો પ્રજાસત્તાક દિવસ યોજાયો


શિહોર તાલુકાના રાજપરા ખોડિયાર ગામે પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો ધ્વજ વંદન પવ ધામપૂર્વક ઉજવાયો હતો. નાયબ કલેક્ટર સાહેબ શ્રી દિલીપસિંહ વાળા સાહેબે ધ્વજ ફરકાવ્યો હતો. શ્રી જે.એન.દરબાર મામલતદારશ્રી શિહોર એ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તમામ દેશવાસીઓ તથા ગામે ઉપસ્થિત અસંખ્ય લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી દરબાર મામલતદાર શ્રીએ તેઓના વક્તવ્યમાં આજે આપણે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણી સ્વતંત્રતા પ્રાપ્તિની મહાન લડતને યાદ કરી હતી.1857 ના સ્વાતંત્ર સંગ્રામ થી શરૂ કરીને 1947 સુધીની 90 વર્ષ જેટલા સમયગાળામાં આ દેશની ત્રણથી ચાર પેઢીઓએ ઇતિહાસની અનોખી એવી સ્વાતંત્રની લડત ચલાવી આપણા દેશને અંગ્રેજોની ચુગાલમાંથી આઝાદ કરાવ્યો તેના ઇતિહાસને યાદ કરાવ્યો હતો. ગુલામીની જંજીરોને તોડનાર મહાત્મા ગાંધી, સરદાર પટેલ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ જેવા અનેક વીરોની સહાદતને યાદ કરી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી સ્વતંત્રતાના રક્ષણ માટે રક્ષા કવચ સમાન બંધારણની ભેટને પણ યાદ કરવામાં આવ્યું હતું. વધુમાં શ્રી દરબારે જણાવ્યું હતું કે આપણો દેશ આજે અનાજથી માંડીને અવકાશ સુધી સ્વનિર્ભર બન્યો છે , શિક્ષણ, વિજ્ઞાન ટેકનોલોજી, આરોગ્ય જેવા પાયાના ક્ષેત્રોમાં આપણે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે તેવી વાતો ખૂબ જ વિસ્તૃત રીતે યાદ કરી હતી.અંતમાં શ્રી દરબાર મામલતદાર શ્રીએ સ્વચ્છતા જાળવવા,પાણીનો બગાડ ન કરવા, વીજળીની બચત કરવા,વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા તેમજ આપણા બાળકો જે ભારતની ભાવિ પેઢી છે તેઓને સારા સંસ્કારો, સારું શિક્ષણ, આધ્યાત્મિક જ્ઞાન, અને વ્યસનમુકત બનાવી કુટુંબ,સમાજ, ગામ, તાલુકો, જીલ્લો અને દેશની સેવા માટે ઉત્કૃષ્ટ અને પ્રામાણિક બાળકો તૈયાર કરવા ઉપર ભાર મૂક્યો હતો, અને ત્યારે જ ખરા અર્થમાં ઉત્સવ ઊજવાયો કહેવાશે તેમ જણાવી આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો આભાર માની શ્રી દરબારે તેઓને ખુબજ સુંદર વક્તવ્ય પૂર્ણ કરેલ હતું... આ કાર્યક્રમની અંદર રાજપરા ખોડિયાર તથા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, ફોરેસ્ટ ઓફિસરશ્રી, તેમજ તાલુકા ની અન્ય કચેરી માંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા...એકંદર આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાયો હતો... રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]