તા.૧૩ મી ઓગષ્ટે બોટાદ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ તાલુકાકક્ષાની અદાલતોમાં “નેશનલ લોક અદાલત” યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5b2hg0a0j9pc30av/" left="-10"]

તા.૧૩ મી ઓગષ્ટે બોટાદ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ તાલુકાકક્ષાની અદાલતોમાં “નેશનલ લોક અદાલત” યોજાશે


તા.૫ :- જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે , રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા ન્યાયાલય બોટાદ ખાતે તથા તાલુકાકક્ષાએ બોટાદ જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં આગામી તા.૧૩/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૦.૩૦ ક્લાકથી “રાષ્ટ્રીય લોક અદાલત” નું આયોજન કરવામાં આવનાર છે.

આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનપત્ર ફોજદારી કેસો, વાહન અકસ્માત વળતરના કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ ના ચેક રિટર્નના કેસો, ટ્રાફીક ચલણને લગતા ઇ-મેમોના કેસો, ભરણપોષણના કેસો, કૌટુંબિક તકરારના કેસો, જમીન વળતરના કેસો, મજૂર કાયદાને લગતા કેસો, મહેસૂલી તકરારના કેસો, વીજ તથા પાણી બિલ (ચોરી સિવાય) ના કેસો, ભાડાને લગતા કેસો, બેન્ક વસૂલાત, સુખાધિકાર હક્ક, મનાઈ હુકમ, દેવા વસૂલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાન લાયક કેસો મૂકી શકાશે. જેની જાહેર જનતાને તથા તમામ પક્ષકારોને જાણ કરવામાં આવે છે.

વધુમાં જે સંબંધકર્તા પક્ષકારો પોતાના પેન્ડિંગ કેસો આ લોક અદાલતમાં મૂકવા ઇચ્છુક હોય તેઓએ સંબંધી કોર્ટ અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ અથવા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ, બોટાદ, ગઢડા, બરવાળા તથા રાણપુરનો તા.૧૩/૦૮/૨૦૨૨ સુધી કે તે પહેલા સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

વધુમાં જણાવવામાં આવે છે કે, કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમના નિયમ-૨૧ હેઠળ લોક અદાલતમાં જે કેસોનું સમાધાન અથવા પતાવટ થયેલ હોય તેવા કેસોમાં કોર્ટ ફી રિફંડ કરી શકાશે જેની ખાસ નોંધ લઈ સંબંધકર્તા તમામ પક્ષકારોને પોતાના કેસો આ રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકવા અને સુખદ નિરાકરણ લાવવા આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]