લો બોલો ! મૃત વ્યક્તિ કરવા પહોંચ્યા મતદાન , પણ ન આપી શક્યા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3e2o6vsqz81xmc7a/" left="-10"]

લો બોલો ! મૃત વ્યક્તિ કરવા પહોંચ્યા મતદાન , પણ ન આપી શક્યા.


વિધાનસભાની ચૂંટણી માટે ચાલી રહેલા મતદાનની વચ્ચે વડોદરાના કારેલીબાગ વિસ્તારના એક મતદાતાએ તંત્ર પર ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો અને કહ્યુ હતું કે , મને તંત્રના ચોપડે મૃત બતાવાયો હોવાથી મતદાર યાદીમાં મારુ નામ નથી અને હું મતદાન કરી શક્યો નથી . કારેલીબાગની રામદેવપીરની ચાલીમાં રહેલા રાજેશભાઈ ચાવડાનું કહેવું હતું કે , મારા ઘરમાંથી મારા પત્નીનું અને બીજા પરિવારના સભ્યોના નામ પણ મતદાર યાદીમાં છે પણ તંત્રના રેકોર્ડ પર કોઈ કારણસર મને મૃત દર્શાવાયો હોવાથી હું મતદાન કરી શકતો નથી . મારી સાથે આવું બીજી વખત થયુ છે . તેમના કહેવા અનુસાર રેકોર્ડમાં સુધારા કરવા માટે સંખ્યાબંધ પૂરાવા લઈને સરકારી ઓફિસોમાં રજૂઆત કરી હોવા છતા પણ કોઈ પરિણામ આવતુ નથી . રેકોર્ડમાં સુધારો નહીં થતો હોવાથી મને સરકારી લાભ મળવામાં કે મારા બાળકોને સ્કોલરશિપ મળવામાં પણ તકલીફ પડી રહી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]