ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ. - At This Time

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ.


મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી . રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી . બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં હતા . બીજા તબક્કામાં મુખ્યમંત્રી , 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ , કોંગ્રેસ- NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થયું છે . આગામી 8 મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon