કર્ણાવતી શહેર-જિલ્લા દ્વારા 'ભારત રક્ષા મંચ" ક્ષેત્રિય સંગઠનની બેઠક મળી. - At This Time

કર્ણાવતી શહેર-જિલ્લા દ્વારા ‘ભારત રક્ષા મંચ” ક્ષેત્રિય સંગઠનની બેઠક મળી.


ભારત રક્ષા મંચ દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજન અમદાવાદમાં થતા આવ્યા છે. ત્યારે ક્ષેત્રિય સંગઠનની બેઠકનું આયોજન મહાનુભવોની ઉપસ્થિતિમાં શ્રી સાંઈધામ થલતેજ, કર્ણાવતી (અમદાવાદ) ખાતે કરવામાં આવ્યું હતું.
આ બેઠકની અંદર મુખ્ય અતિથિ પ.પૂ. મહંત વૈષ્ણવ સમ્રાટશ્રી મોહનદાસજી મહારાજ (સાંઈધામ થલતેજ કર્ણાવતી), શ્રી હિતેન્દ્રભાઈ બારોટ (ચેરમેન સ્ટેન્ડિગ કમિટી એ.એમ.સી.), વિશેષ મહેમાન તરીકે શ્રી લક્ષ્મીનારાયણજી શર્મા (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પશ્ચિમ ક્ષેત્ર સંગઠન પ્રમુખ ભારત રક્ષા મંચ), શ્રી પ્રશાંત કોટવાલ (રાષ્ટ્રીય સંગઠન મંત્રી ભારત રક્ષા મંચ), શ્રી ઈલેવાન ઠાકર (ગુજરાત પ્રાંત પ્રમુખ ભારત રક્ષા મંચ) ઉપરોક્ત તમામ મહાનુભવોની ઉપસ્થિતિ બેઠકમાં રહી હતી. રમેશભાઈ ભરવાડ (કર્ણાવતી શહેર-જિલ્લા પ્રમુખ) તરફથી મહેમાનોને નિમંત્રિત કરાયા હતા.
ભારત રક્ષા મંચ દ્વારા હિન્દુ સંગઠનને મજબૂત કરવાના ક્ષેત્રે ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. લોકોમાં દેશભાવનાની જ્યોત જગાવવાનું કામ ભારત રક્ષા મંચ કરતું આવ્યું છે. ત્યારે કર્ણાવતી ખાતે અગાઉ પણ પરાક્રમ દિવસની ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત કારોબારી પ્રાંતની રચના તેમજ આગામી વિવિધ કાર્યો સમયાંતરે કરવામાં આવેલ. ભારત રક્ષા મંચના હોદ્દેદારો ખૂબ જ જવાબદારી પૂર્વક દરેક કામને પરિપૂર્ણ અને સક્રિય રીતે કરતા આવ્યા છે. ક્ષેત્રિય સંગઠનની બેઠકમાં ઉપસ્થિતિ મહાનુભવો અને અતિથિઓએ પણ 'ભારત રક્ષા મંચ' ના સ્ટેજ પર આવીને વિચારોનું આદાન પ્રદાન કરેલ. ઉપસ્થિત આમંત્રિત મહેમાનો પણ ભારત રક્ષા મંચની કાર્યશૈલીથી પ્રભાવિત થયા હતા.
ભારત રક્ષા મંચના કાર્યક્રમો દેશભરમાં થતા આવ્યા છે, ત્યારે ક્ષેત્રિય સંગઠનની બેઠકમાં આગામી કાર્યક્રમો બાબતે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. નિશ્ચિત કરાયેલા કાર્યક્રમોમાં સમાજઉપયોગી, પ્રેરણાત્મક અને દેશભાવના સાથે જોડાયેલા કાર્યક્રમો પર ખાસ લક્ષ્ય આપવામાં આવેલ. કર્ણાવતીનગર જિલ્લામાં ક્ષેત્રિય સંગઠન દ્વારા વિવિધ પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ થશે.

રિપોર્ટ સી વી જોશી વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.