ધ્રાંગધ્રાના કુડા રોડ પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, રીક્ષા ચાલક સહિત ચારને ગંભીર ઈજાઓ - At This Time

ધ્રાંગધ્રાના કુડા રોડ પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, રીક્ષા ચાલક સહિત ચારને ગંભીર ઈજાઓ


સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં કચ્છથી અમદાવાદ મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતાં હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા કુડા રોડ પર બાલા હનુમાન નજીક ફોરવીલ ગાડીએ રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સજાયો હતો જેમાં રીક્ષા ચાલક સહિત ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાજર તબિયત દ્વારા પાટા બાંધીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈપણ અકસ્મતોના કેસ આવતા હોય છે ત્યારે કોઈ સર્જન ડોક્ટર કે ઓથોપેડિક ન હોવાના કારણે પેશન્ટને રીફર કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડોક્ટરોની નિમણુક કરવામાં આવે તેવી તેવી લોક માંગ ઉઠી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.