સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમા 54.33 ટકા મતદાન થયું, એમ.પી.શાહ કોલેજમાં ઇવીએમ સિલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ. - At This Time

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમા 54.33 ટકા મતદાન થયું, એમ.પી.શાહ કોલેજમાં ઇવીએમ સિલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ.


સ્ટ્રોંગ રૂમ બહાર એસ.આર.પી અને સીઆરપીએફ તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

બંને ઉમેદવારો વચ્ચે રસાકસી બાદ પરિણામ આવશે.

સુરેન્દ્રનગર લોકસભા માટે ગઇકાલે મતદાન પ્રક્રિયા પૂરી થઈ છે જો કે સુરેન્દ્રનગર જિલ્લામાં સાત વિધાનસભાની એક લોકસભાની બેઠક આવે છે ત્યારે સરેરાશ ગત વર્ષો કરતા સૌથી ઓછું મતદાન સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપર થયું છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં 54.33% જેટલું જ મતદાન નોંધાયું છે એટલે સરેરાશ ગત વર્ષ કરતાં પણ ઓછું નોંધાયું છે જોકે ઓછું મતદાન નોંધાયું છે તેની પાછળનું કારણ જાણવામાં આવે તો હીટ વેવ હોવાનો જાણવા મળી રહ્યું છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં કાલે 43 ડિગ્રીને પાર તડકો હતો એટલે બપોરના સમય ગાળા બાદ જે મતદાન થયું છે તે નિરાશા જનક થયું છે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક માટે દસાડા વિધાનસભામાં 57.48% તેમજ ધંધુકા વિધાનસભા માટે 50.84% તેમજ વિરમગામ બેઠક માટે 56.41 ટકા તેમજ લીમડી વિધાનસભા મત વિસ્તાર બેઠક માટે 53.19% અને વઢવાણ વિધાનસભા બેઠક માટે 54.55 ટકા અને ચોટીલા વિધાનસભા બેઠક માટે 54.17 ટકા જેટલું મતદાન નોંધાયું છે એટલે સરેરાશ જો વાત કરવામાં આવે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારની ધાંગધ્રા વિધાનસભાની તો તે પણ 53.66 ટકા જેટલું મતદાન નોંધાવવા પામ્યું છે સુરેન્દ્રનગર ચૂંટણી વિભાગ દ્વારા સતત સુરેન્દ્રનગર જિલ્લા લોકસભાનું મતદાન વધે તે માટે અવનવા પ્રયાસો તો હાથ ધરવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાનો ખર્ચો પણ કરવામાં આવ્યો હતો પરંતુ મતદાનના દિવસે લોકોનો રસ જાણે બદલાઈ ગયો હોય તે પ્રકારના કિસ્સાઓ બુથ મથકો ઉપર નજરે પડ્યા છે ખાસ કરીને બપોરના સમયે જે મતદાન થયું છે તે નિરાશા જનક છે પરંતુ આ મતદાન કોના તરફથી થયું તે પણ એક સળગતો સવાલ છે નીચું મતદાન કોંગ્રેસને ચોખ્ખો ફાયદો કરાવી શકે તેવી પરિસ્થિતિ છે ભાજપના નુકસાન જાય તે પ્રકારની પરિસ્થિતિ નીચું મતદાન થતા ઊભી થઈ છે જોકે નીચું મતદાન થવા પાછળનું કારણ એક ક્ષત્રિય સમાજ હોવાનું પણ બહાર આવી રહ્યું છે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદના કરવામાં આવતા અને તેની ટીકા ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજના લોકોએ તો મતદાન કર્યું પરંતુ જેટલું જોઈએ તેટલું ન કર્યું બીજી તરફ પરસોતમ રૂપાલા બાદ કનુભાઈ દેસાઈની પણ કોળી સમાજ ઉપર જીભ લપતી હતી જેની અસર પણ મતદાન ઉપર થઈ શકી હોય આ ફેક્ટર પણ ઓછું મતદાન થવા અંગેના જવાબદાર કારણોમાં હોઈ શકે તેવું લાગી રહ્યું છે અને આ એક ચર્ચાનો વિષય પણ છે સુરેન્દ્રનગર લોકસભાની બેઠકમાં સાત વિધાનસભાની બેઠક આવી રહી છે ત્યારે મતદાન પ્રક્રિયા છ વાગ્યે પૂરી થયા બાદ જે ઉપયોગમાં આવેલા એવીએમ મશીનો છે જે મશીન સાધન સામગ્રી છે તે તમામ મશીન સાધન સામગ્રી સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જોકે સુરેન્દ્રનગર એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આ મશીનરી લાવવામાં આવી છે રાત્રે 4 વાગ્યા સુધી આ મશીનરી લાવવામાં આવી છે અને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કે સ્ટ્રોંગ રૂમમાં મશીનરી સીલ કરવામાં આવશે 4 જૂન પરિણામે આવશે ત્યાં સુધી આ મશીનરી છે તે ત્યાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર સહિતનો સ્ટાફ ત્યાં ખડે પગે હાજર રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.