બોટાદ શહેર અને જિલ્લામાં આગામી ધોરણ-૧૦ તથા ૧૨ની માર્ચ-૨૦૨૩ની પરીક્ષા અન્વયે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ પ્રસિધ્ધ કર્યું જાહેરનામું - At This Time

બોટાદ શહેર અને જિલ્લામાં આગામી ધોરણ-૧૦ તથા ૧૨ની માર્ચ-૨૦૨૩ની પરીક્ષા અન્વયે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ પ્રસિધ્ધ કર્યું જાહેરનામું


બોટાદ શહેર અને જિલ્લામાં આગામી ધોરણ-૧૦ તથા ૧૨ની માર્ચ-૨૦૨૩ની પરીક્ષા અન્વયે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિધ્ધ કર્યું જાહેરનામું

બોટાદ શહેર તથા જિલ્લામાં આગામી તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ દરમ્યાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બોટાદ શહેર અને જિલ્લામાં ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની માર્ચ-૨૦૨૩ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ ઉક્ત હુકમ ફરમાવ્યો છે.

આગામી તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ સુધી ધોરણ-૧૦ની માર્ચ-૨૦૨૩ની પરીક્ષાનો સમય સવારના ૧૦:૦૦થી બપોરના ૦૧:૧૫ કલાક અને ધોરણ-૧૨ની સામાન્ય પ્રવાહ પરીક્ષા સવારના સેશન સમય ૧૦:૩૦ થી બપોરના ૦૧:૪૫ કલાક સુધી તેમજ બપોરના સેશનનો સમય ૦૩:૦૦ થી સાંજના ૦૬:૧૫ કલાક સુધી તથા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનો સમય બપોરના ૦૩:૦૦ કલાક થી સાંજના ૦૬:૩૦ કલાક દરમ્યાન ઘોરણ-૧૦ નાં કુલ-૨૯ પરીક્ષા કેન્દ્ર, ધોરણ-૧૨(સામાન્ય પ્રવાહ)ના કુલ-૨૧ પરીક્ષા કેન્દ્ર તથા ધોરણ-૧૨(વિજ્ઞાન પ્રવાહ)ના કુલ-૦૫ પરીક્ષા કેન્દ્ર ઉપર પ્રતિબંધો ફરમાવવામાં આવ્યાં છે.
જેમાં પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પિકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિ વર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન લઇ જવા પર, પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર અને પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજા થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવ્યાં છે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.