સુરતની કરંજ વિધાનસભા સીટ પર આપ ના મથુરભાઈ બલદાણીયા લોકપ્રિય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1w6flqjymhe3qwq7/" left="-10"]

સુરતની કરંજ વિધાનસભા સીટ પર આપ ના મથુરભાઈ બલદાણીયા લોકપ્રિય


*સુરતની કરંજ વિધાનસભા સીટ પર આપ ના મથુરભાઈ બલદાણીયા લોકપ્રિય*

સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નગડીયા ગામના સામાન્ય ખેતી કરતા પરીવારમાંથી આવતા મથુરભાઈ બલદાણીયા કે જેઓએ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ વતનમાં લઇ માસ્ટર ડિગ્રી સુધીનું શિક્ષણ અમદાવાદ ગુજરાત યુનિવર્સીટીમાંથી મેળવી શિક્ષણ ક્ષેત્રે એક શિક્ષક તરીકેની કારકીર્દી શરૂઆત કરી સુરતમાં સ્થાયી થયા સુરતમાં શિક્ષણ ક્ષેત્રની સાથે સાથે અનેક સામાજિક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાઈને સમાજ સેવાને પોતાનું અભિન્ન અંગ હોઈ તેમ સમય ફાળવી સામાજિક ઉત્તરદાયિત્વ છેલ્લા 16 વર્ષથી નિભાવી રહ્યા છે મથુરભાઈ બલદાણીયા કે જેઓ સુરતમાં ઉચ્ચતર માધ્યમિક વીભાગમાં સાયન્સના એક ઉત્તમ શિક્ષક તરીકે પોતાની જાતને એક નવી ઓળખ આપી શક્યા છે તેમની પાસે અત્યાર સુધીમાં 3500 થી 4000 જેટલા વિધાર્થીઓએ અભ્યાસ કરેલ હોય તેમાંથી અનેક વિદ્યાર્થીઓ હાલમાં ડોકટર, એન્જિનિયર (ઈજનેર)કલાસ 3 થી લઇને કલાસ 1 સુધીની સરકારી અને સહકારી નોકરીઓમાં ફરજ બજાવે છે અને અનેક વિદ્યાર્થીઓ પોતાના ધંધાકીય ક્ષેત્રમાં સફળ થઈ આગળ વધ્યા છે મથુરભાઈ નો જીવન મંત્ર કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ રહ્યો છે તે મંત્ર એમના વિદ્યાર્થીઓમાં અને સમાજના યુવાનોમાં પણ એમના થકી સિંચન થયું છે તેમણે પણ આ મંત્ર મુજબ કામ કરીને સાબિત કરી બતાવ્યું છે કે કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવવા માટે કઠોર પરિશ્રમ જ યોગ્ય છે મથુરભાઈ બલદાણીયા આહીર સમાજમાંથી આવે છે અને સમગ્ર ગુજરાતના આહીર સમાજના સંગઠનો સાથે સંકળાયેલા સરળ અને સામાજિક ભાવના સાથે સમાજ સેવા સાથે સંકળાયેલા છે સમગ્ર સૌરાષ્ટ્રમાં આહીર સમાજના આગેવાનો યુવાનોમાં આગવી ઓળખ ધરાવે છે તેઓ સમગ્ર ગુજરાતમાં આહીર સમાજ પાટીદાર સમાજ,બક્ષીપંચ સમાજ કે અન્ય સમાજમાં એક ઉત્કૃષ્ટ સ્પષ્ટ વક્તા અને ઉત્તમ સ્ટેજ સંચાલક તરીકે જાણીતા છે સમગ્ર ગુજરાતના અને સુરતના લોકો એને ખૂબ સારા શિક્ષક અને ખૂબ સારા વક્તા તરીકે આગવી રીતે ઓળખે છે આહીર સમાજની કોઈપણ પ્રવૃત્તિ હોય સમૂહ લગ્ન હોય કે અન્ય સામાજિક રાજકીય પ્રવૃત્તિ હોય મથુરભાઈ એ સમાજ સેવાના ભાવ સાથે સમગ્ર ગુજરાતમાં વક્તા તરીકે સ્ટેજ સંચાલક તરીકે સતત 16 વર્ષથી વિના મૂલ્યે સેવા આપી રહ્યા છે કેન્દ્રીય પ્રદેશના અનેક રાજકીય નેતાઓ,ગુજરાતના મુખ્યમંત્રી સહિત દરેક સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર હોય તેવા અનેક કાર્યક્રમોમાં મથુરભાઈ એ સ્ટેજ સંચાલક વક્તા તરીકે અદભુત કામગીરી કરીને પોતાના વક્તવ્યથી બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચીને રાજકીય ઓળખ પણ ઉભી કરવામાં સફળ રહ્યા છે હાલમાં તેઓ સુરત આહીર સમાજના મંત્રી,ગીર હુન્ડા આહીર સમાજ બેડીયા ગીર ગઢડા ઉપ પ્રમુખ, બલદાણીયા પરિવાર સુરત મુખ્ય સંયોજક,આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાતના સહ એડમીન તેમજ નવોદય એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે સામાજિક પ્રવૃત્તિની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે રક્તદાન કેમ્પ,પર્યાવરણ જાગૃતિ,સામાજિક જાગૃતિ,શિક્ષણ,જાગૃતિ,સમાજ માધ્યમ વર્ગને મદદ માટે અનેક આયોજન,શિક્ષણ સેમિનાર,સ્નેહ મિલન,વિધવા બહનોના બાળકોના શિક્ષણ માટેના પ્રયાસ સુરત મહાનગર પાલિકાના સેવાકીય કાર્યક્રમ સુરતના તમામ સમાજના લોકો દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિમાં મથુરભાઈનું આગવું યોગદાન રહ્યું છે કોરોના કાળ દરમ્યાન સુરતમાં લોકોમાં કોરોનાનો ભયંકર ડર હતો ત્યારે કોવિડ આઇસોલેશન સેન્ટર આહીર સમાજના ડોકટરો અને પાલિકાના સહયોગ થી શરૂ કરીને પોતે જ જવાબદારી લઇ સતત 3 મહિના સુધી કોરોના દર્દીઓની સેવા કરી સૌને કોરોના વખતે ડર ના માહોલમાં અદભુત સેવા આપી હતી ત્યારે આ આહીર સમાજના આઇસોલેશન સેન્ટરને મોડેલ તરીકે લઇ માહિતી પ્રસારણ વિભાગે નોંધ લઇ સમગ્ર ગુજરાતમાં આ સેવા વિવિધ સમાજના સહયોગ દ્વારા શરૂ કરવામાં આવી હતી કોરોનાની બીજી લહેરમાં પણ સર્વ સમાજ માટે આઇસોલેશન સેન્ટર શરૂ કરીને સતત 2 મહિના સેવા આપી હતી ફક્ત આહીર સમાજ જ નહીં પણ બક્ષીપંચ સમાજના હકો માટે એમની સુવિધાઓ માટે તેમજ અન્ય સમાજના સેવાકીય કાર્યક્રમોમાં મદદ માટે હંમેશા અગ્રેસર રહી સમગ્ર સુરતમાં બધા સમાજના અગ્રીમ આગેવાનો,તમામ પક્ષના ટોચના રાજકીય આગેવાનો તેમજ સમાજ સેવકોમાં એક આગવી ઓળખ ધરાવે છે એક ઉત્તમ વકતા તરીકે સમાજ સેવક તરીકે મથુરભાઈ ને લગભગ બધા ઓળખે છે તેમજ તેઓ અન્યાય સામે અવાજ ઉઠાવવામાં અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા અથાગ પ્રયાસ કરતા પણ જોવા મળ્યા છે હવે વાત કરવી છે તેમની રાજકીય સફરની રાજકીય સફરમાં મથુરભાઈ બલદાણીયા ક્યારેય માનતા નહોતા તેમના મિત્રો પણ તેમની સૂઝ અને આગવી રીતે સમાજના સંગઠનોમાં કામ કરવાની શૈલીથી કહેતા કે રાજકીય રીતે આગળ વધવું જોઈએ પણ ત્યારે કોઈ રીતે રસ ન દાખવ્યો પણ જયારે છેલ્લા કેટલાક વર્ષોમાં છેવાડે રહેતા સામાન્ય લોકો પીડા ખૂબ નજીકથી જોઈ એવા લોકો કે જેમને કોઈ મદદ ન કરતું હોય તેવા અનેક લોકો જેમને રાજકીય મદદ ની જરૂર હોય કેટલાક સામાન્ય જનતાના કામો કે જેમાં રાજકીય વગની જરૂર પડે તેવા લોકોને મૂંઝાતા જોયા અને આવા લોકોની મદદ માટે પોતે પણ ક્યાંક મૂંઝવણ અનુભવી એટલે છેલ્લા એક વર્ષ પહેલાં લોકોની સમસ્યાઓને ઉજાગર કરવા અને લોકોની શિક્ષણ,આરોગ્ય અને પાયાની સુવિધાઓ માટે અગ્રેસર રહી કામ કરવા ગુજરાતમાં નવી ઉભરતી આમ આદમી પાર્ટીમાં જોડાયા આમ આદમી પાર્ટીમાં તેઓને ગુજરાત પ્રદેશના સંગઠનમાં નિમણુંક આપવામાં આવી પહેલા ક્યારેય રાજકીય કામ ન કરેલ મથુરભાઈ ને આપ ધ્વારા સીધી જ સંગઠનની જવાબદારી ભરૂચ જિલ્લામાં આપવામાં આવી અને તેઓ પોતાનું નવું ક્ષેત્ર પુરી ધગશથી અપનાવી ભરૂચમાં અને સુરત, રાજુલા,મહુવા ગીર ગઢડામાં સંગઠન માટે ખૂબ સરાહનીય કામ કર્યું હાલ તેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ સહ સચિવ તરીકે સંગઠનમાં કામ કરી રહ્યા છે રાજકીય રીતે તેઓ સોમનાથ,મહુવા,રાજુલા, તળાજા,ધારી,ગારીયાધાર અને સુરત કરંજ વિધાનસભામાં આપના સંગઠનને મજબૂત કરવા ખૂબ મહત્વની ભૂમિકામાં સાબિત કરી હાલ તેઓ પોતાના કર્મ ક્ષેત્ર સુરત 162 કરંજ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના મજબૂત દાવેદારની રેસમાં માનવામાં આવે છે સુરત કરંજ વિધાનસભામાં આવતા તમામ સમાજના લોકો એમને નજીકથી ઓળખે છે સેવાકીય પ્રવૃતિઓના માધ્યમથી તેઓ ખૂબ મોટો સંપર્ક ધરાવે છે અને આમ આદમી પાર્ટીનું કરંજ વિધાનસભાનું આમ આદમી પાર્ટી નું સંગઠન પણ મજબૂત માનવામાં આવે છે આગામી સમયમાં કોઈ પણ પક્ષની સામે લડવા માટે આમ આદમી પાર્ટીના મજબૂત ચેહરા તરીકે અમારા સર્વેમાં મથુરભાઈ બલદાણીયાનું નામ મોખરે સાંભળવા મળી રહ્યું છે રાજકીય રીતે મથુરભાઈ ના મજબૂત પાસા જોઈએ તો તેઓ ખૂબ સારા વક્તા છે લોકો સાથે સુમેળ ભર્યા વર્તનથી રહેવામાં માહિર છે તેઓએ એમ.એસ.સી.બી.એડ સુધીનો અભ્યાસ કર્યો છે એટલે ભણેલા ગણેલા વ્યક્તી તરીકે વજનદાર નામ છે તેમની પાસે યુવાનો વિવિધ સંગઠનો અને આગેવાનોનું પીઠબળ ખૂબ મોટું જાણવા મળે છે પોતાના સમાજના અને પાટીદાર અને બક્ષીપંચ સહિત અન્ય સમાજના આગેવાનોનો ખુલ્લો સહયોગ મેળવી શકે તેમ છે પોતાના સમાજના યુવાનોમાં એક આદર્શ વ્યક્તિત્વ તરીકે નિર્વિવાદીત વ્યક્તિ તરીકે જાણીતા છે સામજિક રીતે કોઈપણ કામ કે સમસ્યામાં કોઈપણની પડખે ઉભા રહી મદદ કરવામાં હંમેશા તૈયાર હોય છે ક્યારેક કોઈ સાથે ગેરવર્તન કર્યા વગર પોતાની આગવી સૂઝથી લોકોના કામ માટે તત્પર રહેવામાં પ્રખ્યાત છે કોઈપણની મુશ્કેલ ઘડીમાં રાત દિવસ સમય ઠેકાણું જોયા વગર પીઠબળ પૂરું પાડી સમસ્યામાં સમાધાન માટે પ્રયત્ન કરવામાં અગ્રેસર હોઈ છે એક શિક્ષક અને શાળા સંચાલક તરીકે સમગ્ર સુરતમાં ખૂબ જાણીતું નામ છે પોતાની પાસે બધાજ સમાજના આગેવાનો સંપર્ક પોતાના સમાજના 30 જેટલા સંગઠનો સાથે જોડાયેલા હોવાથી યુવાનોમાં ખૂબ લોક ચાહના ધરાવે છે સામાજિક રીતે જ નહીં પણ બધા પક્ષના પદાધિકારી અને ચૂંટાયેલા લોકો સાથે અગાવના ખૂબ સારા સંબંધ ધરાવે છે આમ આદમી પાર્ટીમાં પણ સંગઠનમાં સતત પાર્ટી માટે કામ કરીને સમગ્ર ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય ઓળખ મોટી બનાવવામાં સફળ રહ્યા છે,આમ તો સામાન્ય પરીવારમાંથી આવતા હોવા છતાં પોતાની સામાજિક સેવા ભાવના અને ગરીબ મધ્યમવર્ગના લોકોની મદદ માટે અગ્રેસર રહી પોતાની એક આગવી ઓળખ ઉભી કરીને રાજકીય રીતે આગળ વધ્યા છે માત્ર કરંજ વિધાનસભા જ નહીં પણ પોતાની જન્મભૂમિ ગિર ગઢડા ઉના,અને રાજુલા,મહુવા,ગારીયાધાર,તળાજાની સીટ તેમજ આહીર સમાજ જ્યાં વસે છે ત્યાં મથુરભાઈ નું રાજકીય વર્ચ્ચવ અસર કરી શકે તેવું પણ જાણવા મળ્યું છે મથુરભાઈ ને રૂબરૂ પૂછતાં કે તમે રાજકીય રીતે આગળ વધીને લોકોની કેવી રીતે મદદ કરશે તો તેમણે તેમના કાર્ય સ્વભાવ મુજબ જણાવ્યું કે આમ આદમી પાર્ટી ની વિચારધારા મુજબ જનહિતના તમામ કામો માટે હકરાત્મક રહી લોકોની સમસ્યાઓ માટે મદદ કરીશું જ પણ મારા વિસ્તારની જનતા માટે સરકારી,સહકારી કે સામાજિક કામ માટેની કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં સહયોગ આપી તેમની મુશ્કેલીઓનું નિવારણ કરવા હર હંમેશ 24×7 કામ કરીશું

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]