સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ૭ ગામોનો વિકાસ થશે - At This Time

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ૭ ગામોનો વિકાસ થશે


સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ૭ ગામોનો વિકાસ થશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કલેકટર કચેરી ખાતે કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત બેઠક યોજાઇ હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આદર્શ ગ્રામના સ્વપ્નને સાકાર કરવા માટે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદશ્રી દિપસિંહ રાઠોડ અને રાજ્યસભા સાંસદ શ્રીમતિ રમિલાબેન બારાએ ‘સાંસદ આદર્શ ગ્રામ’ યોજના અંતર્ગત જિલ્લાના સાત ગામની પસંદગી કરી છે. જેમાં પોગલું, ચાંડપ, લાંબડીયા, દીધીયા, કેલાવા, ખેરોજ, ભામભુડી ગામો છે. આ ગામોમાં અલગ અલગ વિભાગના વિકાસના કામો કરી સાંસદશ્રીઓ દ્વારા પસંદ કરવામાં આવેલ ગામોમાં તમામ સુવિધાઓ મળી રહે તે માટે યોગ્ય અને સમયસર કામગીરી થાય તે માટે જિલ્લા કલેકટરશ્રી દ્રારા તમામ વિભાગના અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એચ. શાહ તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પાટીદાર, જીલ્લા આયોજન અધિકારીશ્રી તથા સંકલનના તમામ અધિકારીશ્રીઓ હાજર રહી ગામોને આદર્શ બનાવવા માટેની ચર્ચા કરી હતી.

આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.