ગીર સોમનાથમાં પ્રિકોશન ડૉઝ પ્રત્યે ઉત્સાહ, ગત ૨૪ કલાકમાં ૨૪૧૩ લોકોએ મૂકાવ્યો બૂસ્ટર ડોઝ* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/i3afgj4hro7kzjb5/" left="-10"]

ગીર સોમનાથમાં પ્રિકોશન ડૉઝ પ્રત્યે ઉત્સાહ, ગત ૨૪ કલાકમાં ૨૪૧૩ લોકોએ મૂકાવ્યો બૂસ્ટર ડોઝ*


*ગીર સોમનાથમાં પ્રિકોશન ડૉઝ પ્રત્યે ઉત્સાહ, ગત ૨૪ કલાકમાં ૨૪૧૩ લોકોએ મૂકાવ્યો બૂસ્ટર ડોઝ*
-----------
તા.૧૫-૦૭-૨૦૨૨થી ૧૭-૦૭-૨૦૨૨ સુધીમાં કુલ ૪૨૨૪ લોકોએ બૂસ્ટર ડોઝ લીધો
-----------
ગીર સોમનાથ, તા.૧૯: ભારતમાં કોરોના રસીના અત્યાર સુધીમાં આપવામાં આવેલા ડોઝની સંખ્યા ૨૦૦ કરોડને પાર થઈ છે. માત્ર ૫૪૬ દિવસમાં જ ભારતે આ સિદ્ધિ મેળવી છે. ૨૭ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ પહેલી વાર એક દિવસમાં એક કરોડ ડોઝ આપવામાં આવ્યાં હતાં. પહેલા અને બીજા ડોઝ પછી હવે બુસ્ટર ડોઝને લઈને પણ ગીર સોમનાથ જિલ્લામાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સરકારે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સતત ૭૫ દિવસ સુધી વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત ગીર સોમનાથ આરોગ્ય તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તા.૧૫-૦૭-૨૦૨૨થી ૧૭-૦૭-૨૦૨૨ સુધીમાં કુલ ૪૨૨૪ લોકોએ બૂસ્ટર ડોઝ લીધો હતો. જ્યારે તારીખ ૧૮-૦૭-૨૦૨૨ના રોજ ૨૪૧૩ લોકોએ બૂસ્ટર ડોઝ મૂકાવ્યો હતો.

નોંધનીય છે કે વયસ્કો માટે બૂસ્ટર ડોઝની શરૂઆત ચાર મહિના પહેલા કરવામાં આવી હતી. જ્યારે હવે સરકાર દ્વારા ૭૫ દિવસના અભિયાન અંતર્ગત ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવાથી વેક્સીનેશન અભિયાનને વેગ મળશે. ૧૮થી૫૯ વર્ષની વયના નાગરિકો જેમણે વેક્સીનેશનનો બીજો ડોઝ લીધા પછીનો છ મહિનાનો સમયગાળો પૂર્ણ કર્યો હોય તેઓ બૂસ્ટર ડોઝ અચૂક લે તેવી ગીર સોમનાથ આરોગ્ય તંત્ર દ્વારા ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]