12 વર્ષનું બાળક બેંકમાથી 35 લાખ ભરેલું બેગ લઈ રફુચ્ચકર

12 વર્ષનું બાળક બેંકમાથી 35 લાખ ભરેલું બેગ લઈ રફુચ્ચકર


નવી મુંબઇ,તા. 5 ઓગસ્ટ 2022, શુક્રવારપંજાબમાં પટિયાલા શેરા વાલા ગેટ ખાતે SBIની ઝોનલ શાખામાંથી એક અજીબોગરીબ ચોરી થઇ છે. જે જાણીને તમે ચોંકી જશો. એક 12 વર્ષનો છોકરો અન્ય આરોપી સાથે મળીને 35 લાખ રૂપિયાની બેગ લઈને ભાગી ગયો હતો. ચોરીની આ ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બુધવારે બપોરે 12.30 વાગ્યાની આસપાસ કેશિયર એટીએમમાં ​​લોડ કરવા માટે બેંકની તિજોરીમાંથી પૈસા ઉપાડી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. તેણે કેબિનની અંદર રોકડની થેલી છોડી દીધી હતી, ત્યારે એક છોકરો અંદર આવ્યો અને બેગ લઈને ભાગી ગયો. આ બેગ લોડ થઇ રહી છે તેની બાળકને પહેલાથી જ જાણ હતી. આ ઘટનાના પ્રત્યાક્ષદર્શીઓનું કહેવુ છે કે, આ બાળક સાથે એક અન્ય વ્યક્તિ પણ હતો, બેંકની બહાર આવીને બંનેએ ઇ રિક્શામાં બેસીને ભાગી ગયા. પોલીસનું કહેવુ છે કે, આ બાળકે ખૂબ જ સફાઇથી આ કામ કર્યું હતુ, આ બાળકને ખબર હતી કે બેંગ ક્યાં છે. અધિકારીએ આ ઘટના વિશે જણાવ્યુ કે, આ ઘટના તે સમયે થઇ જ્યારે કર્મચારી અને કૈશિયર મેન બ્રાન્ચના ATM મા પૈસા ભરી રહ્યાં હતા.એક અધિકારીએ કહ્યું કે, સામાન્ય રીતે એ કેબિનમાં કોઇને જવાની પરવાનગી આપવામાં આવતી નથી.અધિકારીઓએ કહ્યું કે, આ ઘટનામાં હોઇ શકે છે કે અંદરના લોકોએ આ કામમાં તેની મદદ કરી હોય, કારણ કે, કેશિયરે બેગને 3થી 4 મીનિટ માટે જ લાવારિસ છોડી દીધુ હતુ. અમે બે કર્મચારીઓ સાથે પૂછપરછ કરી રહ્યાં છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »