ભારતની ચીનને એરસ્પેસ ઉલ્લંઘન મુદ્દે ચેતવણી, કહ્યુ- ઉશ્કેરણીજનક હરકત બંધ કરો

ભારતની ચીનને એરસ્પેસ ઉલ્લંઘન મુદ્દે ચેતવણી, કહ્યુ- ઉશ્કેરણીજનક હરકત બંધ કરો


નવી દિલ્હી, તા. 05 ઓગસ્ટ 2022 શુક્રવારભારત અને ચીનની વચ્ચે ગયા મંગળવારે પૂર્વી લદ્દાખ સ્થિત ચુશૂલ મોલ્ડોમાં સૈન્ય સ્તરીય વિશેષ ચર્ચા થઈ. જેમાં ભારતે છેલ્લા 45 દિવસમાં ચીનની વાયુ સેના દ્વારા કરવામાં આવેલા એરસ્પેસના ઉલ્લંઘન પર વાંધો વ્યક્ત કર્યો. ભારતીય વાયુસેનાએ ચીનના ફાઈટર પ્લેનને વિસ્તારમાંથી બહાર કાઢી મૂક્યા હતા. સરકારી સૂત્રોએ વિશેષ સૈન્ય ચર્ચા વિશે શુક્રવારે જાણકારી આપી. સૂત્રોના જણાવ્યાનુસાર ભારતીય પક્ષે ચીનને કહ્યુ કે તે એરસ્પેસના ઉલ્લંઘન જેવી ઉશ્કેરણીજનક પ્રવૃતિઓથી દૂર રહે.ભારત અને ચીનની વચ્ચે વિશ્વાસ જાળવી રાખવાના ઉપાયો તરીકે LAC ના 10 કિલોમીટરની અંદર જ ફાઈટર પ્લેન ઉડાડવા પર સંમતિ છે પરંતુ ચીની વિમાનોએ છેલ્લા દોઢ મહિનામાં આનુ ઉલ્લંઘન કર્યુ છે. ભારતે આને ઉશ્કેરણીજનક હરકત ગણાવતા ચીની સૈન્ય અધિકારીઓ સમક્ષ આકરી મુશ્કેલી વ્યક્ત કરી છે. વિશેષ ચર્ચામાં બંને દેશના વાયુસેના અધિકારીઓએ પણ ભાગ લીધો. આ સિવાય સૈન્ય અધિકારી પણ હાજર હતા.  ચીનના અધિકારીઓએ કરી આ ફરિયાદચર્ચા દરમિયાન ચીની પક્ષે તિબેટમાં પોતાની વાયુ સેનાના વિમાનોને શોધવાની ભારતીય વાયુસેનાની ક્ષમતા પર વાંધો વ્યક્ત કર્યો. ચીન આની સતત ફરિયાદ કરી રહ્યુ છે. ભારત અને ચીનની વાયુ સેના વચ્ચે અથડામણ જૂનમાં શરૂ થઈ હતી. 25 જૂને ચીની વાયુસેનાનુ એક J-11 ફાઈટર પ્લેન પૂર્વી લદ્દાખમાં તણાવ વાળા વિસ્તારમાં ખૂબ નજીકથી સવારે 4 વાગે ઉડ્યુ હતુ. આને વાયુસેનાના જવાનો અને રડારએ તાત્કાલિક પકડીને સતર્ક કર્યુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »