જામજોધપુર નજીક બાલવા ફાટક પાસે મીની ટ્રેક્ટર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલકનો ભોગ

જામજોધપુર નજીક બાલવા ફાટક પાસે મીની ટ્રેક્ટર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલકનો ભોગ


જામનગર,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવારજામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં બાલવા ફાટક પાસે એક મીની ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈકના ચાલક હોથીજી ખડબા ગામના ખેડૂત નું મૃત્યુ નીપજ છે. આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામમાં રહેતા કેસુરભાઈ રાયદે ભાઈ ડાંગર નામના ૫૨ વર્ષના ખેડૂત ગઈકાલે પોતાનું મોટરસાયકલ લઈને બાલવા ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન એક મોડીફાઇડ મીની ટ્રેકટરના ચાલકે બાઈકને ઠોકરે ચડાવી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકના ચાલક કેસુરભાઈ ડાંગરનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજયું હતો. આ અકસ્માતના બનાવવા અંગે મૃતકના પુત્ર ભરતભાઈ કેશુભાઈ ડાંગરે પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »