પાકીસ્તાનમાં હોમવર્ક ન કરવા પર પિતાએ પુત્રને જીવતો સળગાવી દીધો, પોલીસે કરી ધરપકડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%aa%e0%aa%be%e0%aa%95%e0%ab%80%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b9%e0%ab%8b%e0%aa%ae%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%95-%e0%aa%a8-%e0%aa%95/" left="-10"]

પાકીસ્તાનમાં હોમવર્ક ન કરવા પર પિતાએ પુત્રને જીવતો સળગાવી દીધો, પોલીસે કરી ધરપકડ


એક પિતાએ પોતાના પુત્રને શાળાનું હોમવર્ક ન કરવા બદલ સજા કરી. નિર્દય પિતાએ તેને આગ લગાવી દીધી. આગને કારણે 12 વર્ષના બાળકનું યાતનામાં મૃત્યુ થયું હતું. આ દર્દનાક ઘટના પાકિસ્તાનના ઓરંગી ટાઉન હાઉસની છે. બાળકની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો છે. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ઓરંગી ટાઉનનો રહેવાસી નઝીર તેના પરિવાર સાથે રહે છે. નઝીર તેના 12 વર્ષના પુત્ર શાહિરના હોમવર્કથી નારાજ થઈ ગયો. આરોપ છે કે તેણે શાહિર પર કેરોસીન છાંટ્યું અને માચીસ વડે આગ લગાવી દીધી. જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાની જાણ થતા આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બાળકને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

બાળકની માતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને મૃતકના પિતાની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેને 24 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તપાસ દરમિયાન પોલીસે જણાવ્યું કે આરોપી પુત્રને હોમવર્ક ન કરવા માટે ડરાવવા માંગતો હતો. તે તેણીને મારવા માંગતો ન હતો. પરંતુ અચાનક આગ લાગતા અકસ્માત સર્જાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]