આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં પેપર પ્લેટ બનાવવાની ફેક્ટરીમાં લાગી આગ, ત્રણ લોકોના મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%86%e0%aa%82%e0%aa%a7%e0%ab%8d%e0%aa%b0%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9a%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%ab%82%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be/" left="-10"]

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં પેપર પ્લેટ બનાવવાની ફેક્ટરીમાં લાગી આગ, ત્રણ લોકોના મોત


આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં રવિવારે મોડી રાત્રે એક ફેક્ટરીમાં આગ લાગી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જણાવી દઈ કે ફેક્ટરીમાં પેપર પ્લેટ્સ બનાવવામાં આવતી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી.

દુર્ઘટનામાં ગયો પિતા-પુત્રનો જીવ

આગની માહિતી મળતાં જ રાહત અને બચાવ ટીમ ત્યાં પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. દરેકને બહાર કાઢી લેવામાં આવ્યા છે, કેટલાક કામદારોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં પિતા-પુત્રનો પણ સમાવેશ થાય છે. ફેક્ટરીમાં આગ મંગળવારે બપોરે 2 વાગ્યે શરૂ થઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. મૃતકોની ઓળખ ફેક્ટરી માલિક 65 વર્ષીય ભાસ્કર, અને તેના 35 વર્ષીય પુત્ર દિલ્લી બાબુ અને એક 25 વર્ષીય બાલાજી તરીકે થઈ છે.

જન્મદિવસે જ ગુમાવ્યો આગમાં જીવ

દિલ્લી બાબુ સોફ્ટવેર એન્જિનિયર હતા અને તેમના પિતાને યુનિટમાં મદદ કરવા ત્યાં ગયા હતા. તેમના જન્મદિવસના દિવસે દિલ્લી બાબુ તેમના પિતા સાથે આગની ઝપેટમાં આવી ગયા. આ દુર્ઘટના બાદ આખો પરિવાર શોકમાં ગરકાવ છે. પોલીસને આશંકા છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે. આગની આ દુર્ઘટના બાદ કેસ નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]