શ્રી સાંદિપની પ્રાથમિક - માધ્યમિક શાળા ખાતે કુતૂહલમ્ તથા આનંદમેળો યોજાયો.

શ્રી સાંદિપની પ્રાથમિક – માધ્યમિક શાળા ખાતે કુતૂહલમ્ તથા આનંદમેળો યોજાયો.


શ્રી સાંદિપની પ્રાથમિક - માધ્યમિક શાળા ખાતે કુતૂહલમ્ તથા આનંદમેળો યોજાયો.

*બાળકોનાસર્વાંગી વિકાસ થાય અને આપની સંસ્કૃતિથી પરિચિત થાય તે હેતુસર “ બાર જ્યોતિલિંગનું” આયોજન કરવામાં આવેલ હતું*

નેત્રંગ ખાતે આવેલ શ્રી સાંદિપની પ્રાથમિક - માધ્યમિક શાળા ખાતે કુતૂહલમ્ તથા આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી સાંદિપની પ્રાથમિક - માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દર બે વર્ષે "આનંદમેળા"નું આયોજન કરવામાં આવે છે. જેમા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ અને મીઠાઈઓનું બાળકો દ્વારા જ વેચાણ કરવામાં આવે છે. સાથોસાથ બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને આપની સંસ્કૃતિથી પરિચિત થાય તે હેતુસર “ બાર જ્યોતિલિંગનું” આયોજન કરવામાં આવેલ હતું સાથે જ બાળકોને પ્રિય રમત ગમત તથા એર જમ્પીંગ અને ચગડોળનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આનંદ મેળોએ બાળકોમાં સર્જનાત્મક શક્તિઓને વિકાસ થાય તથા બાળકોને ભવિષ્યમાં વેપાર કરવાની તથા નફો નુકસાન ની સમજ કેળવાય તથા વિવિધ કૌશલ્યો નો વિકાસ થાય તેવા હેતુસર આણંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આનંદ મેળામાં ગામના તમામ ગ્રામજનો તથા આજુબાજુની શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ આનંદ મેળો જોતા ટાઉનનું ખાની પીની નું બજાર યાદ આવે એવું હતું ખૂબ જ સુંદર આયોજન અને શિક્ષણનું આ એક સરાહનીય પગલું કહેવાય.

શ્રી સાંદિપની પ્રાથમિક - માધ્યમિક શાળાના સંચાલક અને આચાર્ય તથા પરીવાર દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સાંદિપની પ્રાથમિક - માધ્યમિક શાળા ખાતે કુતૂહલમ્ તથા આનંદમેળામાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી સુરેશભાઈ વસાવા દ્વારા આનંદમેળાને ખુલ્લો મૂકવામાં આવેલ હતો.

આ કુતૂહલમ્ તથા આનંદમેળામાં ખાણીપીણીના ૨૫ જેટલા સ્ટોલ, રમત ગમતના સ્ટોલ, અને ૫ જેટલી બાળકોની પ્રિય રાઇડ્સ પણ આ મેળામાં ખાસ આકર્ષણ બની હતી. બાળકો તથા ગામ લોકોએ બાહોળા પ્રમાણમા હાજર રહીને આનંદોત્સવને ઉજવ્યો હતો. આનંદમેળાને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફગણે ખૂબ જહેમત ઉઠાવી હતી.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »