ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે બનેલી ઘટનામાં બળાત્કાર કરી 8 વર્ષની બાળાને મોતને ઘાટ ઉતારી દિધી હતી આ ઘટનાને લઈને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જેમની તપાસને લઈને ગીર સોમનાથ પોલીસે 25 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zgvtapefipenpjr3/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે બનેલી ઘટનામાં બળાત્કાર કરી 8 વર્ષની બાળાને મોતને ઘાટ ઉતારી દિધી હતી આ ઘટનાને લઈને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જેમની તપાસને લઈને ગીર સોમનાથ પોલીસે 25 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી


તા:8 ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનાં જંત્રાખડી ગામે 25 દિવસ પહેલા બનેલી બળાત્કારની ઘટનાને લઈને પોલીસે કડકમાં કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ ઘટનાને લઈને ગીર સોમનાથ ગુજરાતમાં ઘેરા પ્રત્યઘાત પડ્યા હતા જેમાં આ ઘટના તારીખ 12/6/2022ના રોજ કોડીનાર પો.સ્ટે વિસ્તારમાં જંત્રાખડી ગામે 8 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ ગુજારીને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસને જાણ થતા પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ જેમાં ફરિયાદ શ્રીની ફરિયાદી આધારે ઇ.પી.કો કલભ 302,376(2) (જે) 376 (2) (એમ) 376(એબી) 376(એ) તથા પોસ્કો એકટ કલમ 4,6,10 મુજબની ફરીયાદ લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

ત્યારબાદ આ ઘટનાને લઈને ગુજરાત સાધુ સમાજ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ ઘટનાંનેં લઈને અનેક સમાજમાં આ રાક્ષસી કૃત્ય બળાત્કાર જેવી ઘટનાને લઈને એમના પણ ઘેરાં પ્રત્યઘાત પડ્યા હતા એ પણ જોવા મળ્યા હતા અને ઉના કોડીનાર મામલેતદાર કચેરી તેમજ ઉના પ્રાંત કચેરીઓમાં આવેદન પત્ર આપ્યા હતા જેમાં તાત્કાલિક પોલીસ હરકતમાં આવીને કડક કાર્યવાહી કરતા પોલીસ મહાનિરીક્ષકશ્રી જુનાગઢ રેંજના માર્ગદર્શન હેઠળ તપાસના કામે સીટની રચના કરવામાં આવી હતી જેના અધ્યક્ષ સ્થાને પોલીસ અધ્યક્ષશ્રી ગીર સોમનાથ તથા સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ પોલીસ અધિકારીશ્રી વેરાવળ વિભાગના ઓએ તથા ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓની ટીમ બનાવીને તાત્કાલિક આ આરોપીને પકડી પાડ્યો હતો

ત્યારબાદ આ બળાત્કારનો ભોગ બનનાર 8 વર્ષની બાળકીને જામનગર ખાતે ફોરેન્સિક પી.એમ પેનલ ડોક્ટરથી કરાવી જરૂરી આરોપીના જરૂરી મેડિકલ સેમ્પલો કપડા મોબાઈલ વગેરે કબજે કરી તાત્કાલિક એફ.એસ.એલ ગાંધીનગર ખાતે જરૂરી પરીક્ષણ કરવા સત્વરે પરીક્ષણનો અહેવાલ મેળવી મરણજનારનું મોત મેડિકલ ઓફિસર પાસેથી ફાઇનલ કોઝ ડેટા સર્ટીફીકેટ મેળવી વધુમાં તપાસ દરમિયાન રીકન્ટકશન પંચનામુ બે ડીસ્કવરી પંચનામા તથા કાયમસીનનુ પંચનામું કરી જરૂરી તમામ પુરાવા મેળવવાની કામગીરી કરવામાં આવેલ હતી જેમાં આ કેસ ચલાવવા માટે સરકારી વકીલની નિમણૂંક કરવામાં આવી હતી અને દરખાસ્ત કરવામાં આવેલ હતી તેમજ સીટ દ્વારા વૈજ્ઞાનિક પુરાવા તેમજ સી.આર.પી.સી કલમ-164 મુજબ 6 નિવેદનો તેમજ અન્ય સાહેદો મળી કુલ 80 સાહેદો પંચો સાથે આ આરોપી વિરુદ્ધ 250 પાનાનું ચાર્જશીટ તૈયાર કરી તારીખ 8ના રોજ કોર્ટમાં 25 દિવસની મુદતમાં સબમીટ કરાવ્યું હતું ત્યારબાદ આ પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી હતી આજે આ પરિવાર કોર્ટના નિયમ મુજબ ન્યાયની રાહ જોઈને બેઠો જોવા મળે છે આ આરોપીને ફાંસીની સજા મળશે કે નહીં ??? એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]