( એમજીવીસીએલના કર્મચારીના ઉદ્ધત જવાબોના પગલે )  " સંખેડા તાલુકાના મોભિયા મોભિયા ગામના ગ્રામજનો દ્રારા ડભોઇ એમજીવીસીએલ કચેરીમાં રજુઆત - હલ્લાબોલ "  - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xtzotd9lnxwpslqi/" left="-10"]

( એમજીવીસીએલના કર્મચારીના ઉદ્ધત જવાબોના પગલે )  ” સંખેડા તાલુકાના મોભિયા મોભિયા ગામના ગ્રામજનો દ્રારા ડભોઇ એમજીવીસીએલ કચેરીમાં રજુઆત – હલ્લાબોલ ” 


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

             સંખેડા તાલુકાના મોભિયા ગામમાં છેલ્લા ૧૫  દિવસથી વીજ પ્રવાહ અનિયમિત રહેતો હતો અને છેલ્લા ૪ દિવસ થી ગામમાં સંપૂર્ણપણે વિજપ્રવાહ  બંધ હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જે મુશ્કેલીને લઇને ગ્રામજનોએ સંખેડા એમ.જી.વી.સી.એલના જવાબદાર અધિકારને કરી હતી. પરંતુ તેઓ દ્વારા ઉડાઉ જવાબ આપવાની સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા છે. જે અંતર્ગત ગ્રામજનો ડભોઇ એમ.જી.વી.સી.એલ ઓફીસ ખાતે આવી જઈ હલ્લાબોલ મચાવ્યો હતો. છેલ્લા ૪ દિવસથી લાઈટ વગર રહેલા ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. લાઈટ વગર છેલ્લા ૪  દિવસ થી ગામમાં પાણી આપવામાં આવ્યું નથી. તેમજ લોકોને ઘર વપરાશના પાણીની અછત પણ સર્જાઈ હતી. જેના કારણે ખેતી તેમજ અન્ય કામોમાં ભારે મુશ્કેલી પડી રહી છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે લાઈટ વગર ગામ લોકોને ઘરમાં કોઈ ઝેરી જીવજંતુ કરડી જાય તેવો ડર સતાવી રહ્યો છે. જે અંગેની રજૂઆત સંખેડા ખાતે ન સાંભળતા મોટી સંખ્યામાં ગ્રામજનો ડભોઇની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને એમ.જી.વી.સી.એલ વિરુદ્ધ નારેબાજી કરી ઉગ્ર રજુઆત કરી હતી. સાથે જ સંખેડાના જવાબદાર અધિકારી કે જેઓ દ્વારા ઉદ્ધત વર્તન કરી રજુઆત ન સાંભળતા તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ડભોઇ એમ.જી.વી.સી.એલ ઓફીસ ખાતેના અધિકારને રજુઆત કરવામાં આવી હતી.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]