ડભોઇ - દભૉવતિ ખાતે આવેલ શ્રી આદિત્યનાથ જિનાલયમાં 76 - મો ધ્વજારોહણ મહોત્સવ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zdl2fnde2j89kwfb/" left="-10"]

ડભોઇ – દભૉવતિ ખાતે આવેલ શ્રી આદિત્યનાથ જિનાલયમાં 76 – મો ધ્વજારોહણ મહોત્સવ


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઇ - દભૉવતિ નગરી એટલે સંસ્કારી નગરી અને જૈન સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ. આ નગરીમાં પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથનું દેરાસર આવેલ છે. આ દેરાસરના 76 મી સાલ ગીરીએ ધ્વજારોહણનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.

પ્રગટ પાર્શ્વનાથ ભગવાનનો અનેરો ઇતિહાસ

જૈન સંપ્રદાયની અંદર 108 તીર્થસ્થાનમાં ગણાય છે. જેમાંના બે તીર્થસ્થાન ડભોઇ - દભૉવતિ નગરી ખાતે આવેલા છે. જેમાંનું એક તીર્થસ્થાન લોઢણ પાશ્વનાથ. જે ૭૦૦ વર્ષ ઉપરાંતનું પૌરાણિક છે અને બીજું પ્રગટ પ્રભારી પાર્શ્વનાથ આ પ્રગટ પ્રભારી પાર્શ્વનાથ જે સ્વયંભૂ પ્રગટ થયેલા છે. આ દેરાસરમાં ૧૬૦૦ વર્ષ ઉપરાંતની પ્રભુની પ્રતિમા છે. નગરનાં એક ધોબીને સ્વપ્નમાં પાર્શ્વનાથજીની આ મૂર્તિ અંગે સપનામાં સંકેત મળ્યા હતાં અને ડભોઇ નજીક જ સંખેડા - બહાદરપુર ગામની મધ્યમાં ઓરસંગ નદીના કાંઠે મળી આવી હતી. જે પ્રતિમાની સ્થાપના આચાર્ય શ્રી જંબુસરીશ્ચરજીના વરદ હસ્તે કરવામાં આવી હતી. આ મૂર્તિ મન મોહક અને પ્રભાવશાળી તેમજ ચમત્કારિક મૂર્તિ માણવામાં આવે છે. જેની પવિત્રતા આ પાર્શ્વનાથજીની પૂજા કરતા તરત અનુભવાય છે. આ દેરાસરમાં બિરાજમાન પાશ્ચનાથને " દભૉવતિના પાર્શ્વનાથ " પણ કહેવામાં આવે છે.
આ મંદિર શિલ્પકલા અને આભૂષણોથી શુશોભિત છે .આ મંદિરના ગર્ભમાં રહેલ પ્રગટ પ્રભાવશાળી પાર્શ્વનાથ ભગવાનનો ઇતિહાસ ખૂબ અનેરો છે.

જૈન સમુદાય દ્વારા 76 મો ધ્વજારોહણ મહોત્સવ યોજાયો

ડભોઇ - દર્ભાવતિ નગરી ખાતે આવેલ શ્રી આદિત્યનાથ ભગવાનના મંદિરે 76 - મો ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જૈન સમુદાયના અનુયાયીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ આ મહોત્સવમાં સામેલ થયાં છે.

શ્રી આદિત્યનાથ જિનાલયના 76 - મા સાલગીરીના આ પ્રસંગે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો એકત્રિત થઈ આ ધ્વજારોહણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

રાજા સિદ્ધાર્થ જયસિંહના સમયમાં ડભોઈ નગરમાં નિર્માણ પામ્યા હતાં

ડભોઇ - દભૉવતિનો એક પ્રાચીન ઇતિહાસ છે. જે સમયમાં રાજા સિદ્ધાર્થ જયસિહના સમયમાં દભૉવતી નગરી તરીકે ઓળખાતાં આ નગરની સ્થાપના થઈ હતી .જેમાં રાજા વિર ધવલના મંત્રી તેજપાલે ડભોઇના કિલ્લાનો જીણોધ્ધાર કરી અન્ય મંદિરોનું અને દેરાસરોનુ નિર્માણ કર્યું હતું. જેમાં 84 મંદિરો તેઓએ બાંધ્યા હતા. જેમાંનું એક મંદિર " શ્રી ચંદ્રપ્રભુ સ્વામી "નું મંદિર જે ડભોઇ- દભૉવતિ નગરીમાં સ્થાપવામાં આવ્યું હતું. વિક્રમાદિત્ય યુગની 13મી સદીમાં રાજા વિશળદેવના શાસનમાં પ્રખ્યાત શિલ્પકાર હીરાધારે અહીં એક સુંદર શિલ્પ પૂર્ણ શુશોભિત કિલ્લો બનાવ્યો હતો. જેને "હિરાભાગોળ" તરીકે ઓળખવામાં આવે છે અને આ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. શ્રી આદિત્યનાથ ભગવાન તેમજ ગર્ભગૃહમાં સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રી પાશ્વનાથ ભગવાનનો અનેરો મહિમા છે. આજે ડભોઈ- દભૉવતિ નગરીના શ્રધ્ધાળુઓએ ઉત્સાહભેર 76 - મા ધ્વજારોહણનો કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]