વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને I.T.B.P.F તથા રાજુલા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yybfotx4xfvgjj5l/" left="-10"]

વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને I.T.B.P.F તથા રાજુલા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ


રાજુલા શહેરમાં I.T.B.P.Fના જવાનોની ફલેગમાર્ચ યોજાઇ હતી. તેમણે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરી વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસની સાથે અર્ધલશ્કરી દળોની મદદ લેવામાં આવી રહી છે,રાજુલા શહેરના મુખ્ય માર્ગા પર I.T.B.P.Fના જવાનો તેમજ રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એ.એમ.દેસાઇ તથા ટાઉન બીટ હેડ કોન્સ બી.એમ.વાળા તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્રારા ફલેગ માર્ચ યોજવામાં આવેલ
આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને શાંતિપૂર્ણ માહોલની લોકોને અનુભૂતિ થાય હેતુસર શહેરનાં વિવિધ વિસ્તારોમાં ITBPF ના જવાનોની ફલેગ માર્ચ સમયાંતરે યોજાઇ રહી છે. જે અંતર્ગત રાજુલા પોલીસ મથકની હદમાં ITBPF ના જવાનોની ફલેગમાર્ચ યોજાઇ હતી. ITBPF ના જવાનોએ ફુટ પેટ્રોલીંગ દ્વારા વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કરી ભૌગોલિક સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર રજલા શહેરની મુખ્ય બજાર તેમજ વિવિધ સોસાયટીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]