રાજુલા CSPC સંસ્થા દ્વારા વિવિધ ગામોમાં ટાઇટલ બાળ દીવસની ઉજવણી કરવામા આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k88l3csipf74wabg/" left="-10"]

રાજુલા CSPC સંસ્થા દ્વારા વિવિધ ગામોમાં ટાઇટલ બાળ દીવસની ઉજવણી કરવામા આવી


CSPC- સંસ્થા રાજુલા દ્વારા તારીખ 14/નવેમ્બરના રોજ વિશ્વ બાળ દિવસની ઉજવણી રાજુલા અને જાફરાબાદ તાલુકાની 8 પ્રાથમિક શાળાઓમાં ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી જે અંતર્ગત "હર ઘર નલ સે જલ" કાર્યક્રમની થીમને આવરી લઈ અને પાણી ગુણવત્તાના વિષે જાગૃતિ ફેલાઈ અને ગામના છેવાડાના ઘર સુધી આ સંદેશ પોહચે તેવા મુખ્ય હેતુ હતો,જે અંતર્ગત વડ,દીપડીયા,મોટા રિગણયાળા, કાગવદર,નવિજીકાદ્રી, છતડીયા,જૂની જીકાદ્રી, ફાચરિયા પ્રાથમિક શાળામાં વિવિધ રંગારંગ કાર્યક્રમમાં વકતૃત્વ સ્પર્ધા,વોટર ક્વોલિટી તાલીમ,વોટર ટેસ્ટીગ ડેમો અને ભાગ લીધેલ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માનિત કરવામાં આવેલ, આ ૮ શાળાઓમાં કુલ અંદાજીત. ૨૮૩ બાળકોએ ભાગ લીધેલ હતો, અને કાર્યક્રમને સાચા અર્થમાં સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો હતો, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુલા CSPC- ટીમ,ગામના સરપંચો,પાણી સમિતીના સભ્યો, તેમજ શાળાના આચાર્ય સહિત શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

રિપોટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]