બોટાદ ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યું દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

બોટાદ ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યું દિવસની ઉજવણી કરવામાં આવી


બોટાદ ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યું દિવસની ઉજવણી કરવામાં આવી

બોટાદ જિલ્લામાં આરોગ્યક્ષેત્રે લોકજાગૃતિ આવે તે માટે પ્રચાર રેલી, શિબિર,જૂથ ચર્ચા, પોસ્ટર પ્રદર્શન જેવી વિવિધ કામગીરીઓ કરવામાં આવી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોયના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયાની રાહબરી હેઠળ બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બોટાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યક્ષેત્રે લોકજાગૃતિ આવે તે માટે જાહેર માર્ગ ઉપર પ્રચાર રેલી, શિબિર, જૂથ ચર્ચા,વ્યક્તિગત સંપર્ક, પત્રિકા વિતરણ, બેનર, પોસ્ટર પ્રદર્શન જેવી કામગીરીઓ કરવામાં આવી ચોમાસાની ઋતુ દરમ્યાન ડેન્ગ્યું રોગને ફેલાવનાર મચ્છરની ઉત્પતિ વિશેષ રૂપમાં થતી હોઈ છે જેના કારણે વાહકજન્ય રોગો વકરતા હોય છે. જે માટે પ્રિ-મોન્સુન રોગ અટકાયતી પગલાઓ જેવા કે પાણી ભરાય રહેતા નકામા પાત્રોનો નિકાલ, કાયમી પાણી ભરતા સ્થાનોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, ઘરની અંદર પાણી ભરેલા પાત્રોમાં મચ્છર ઉત્પતી રોકવા માટે એબેટ છંટકાવ, પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા અને દર અઠવાડિયે પાણી ભરેલા પાત્રો ખાલી કરી, ઘસીને સાફ કરવા અંગેની ડ્રાય-ડે દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, ડેન્ગ્યું રોગ એડીસ ઈજીપ્તી નામના સફેદ પટ્ટા ધરાવતા મચ્છર દ્વારા ફેલાય છે. સામાન્ય રીતે આ મચ્છર દિવસ દરમ્યાન કરડે છે. ડેન્ગ્યું તાવની બીમારીમાં સતત તાવ આવવો, આંખના ડોળાના પાછળના ભાગમાં દુખાવો થવો, ઉલટી થવી, નબળાઈ ચક્કર આવવા અને લોહીમાં ત્રાક કણ ઘટવાથી શરીરમાંથી લોહી વહેવવા જેવી ગંભીર પરિસ્થિતિને કારણે રોગ જીવલેણ પણ બની શકે છે. આવા લક્ષણો જણાયતો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક કરવો. ડેન્ગ્યુની બીમારીમાં દર્દીએ પાણી, લીંબુ શરબત, નાળીયેરનું પાણી, છાછ, ચા-કોફી, મોસંબીનો રસ જેવા પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં લેવા અને સંપૂર્ણ આરામ કરવો. બોટાદ જીલ્લાની તમામ જાહેર જનતા લોકભાગીદારીથી સહકાર આપે અને ડેન્ગ્યું રોગચાળાનો ઉપદ્રવને સૌ સાથે મળીને રોગ નિયંત્રણ કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.એસ.કનોરીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.