સાબરકાંઠામાં તા. ૨૨ થી ૨૬ મે દરમિયાન ‘માસિક સ્વચ્છતા’ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે - At This Time

સાબરકાંઠામાં તા. ૨૨ થી ૨૬ મે દરમિયાન ‘માસિક સ્વચ્છતા’ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે


*સાબરકાંઠામાં તા. ૨૨ થી ૨૬ મે દરમિયાન ‘માસિક સ્વચ્છતા’ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે*
સમગ્ર વિશ્વમાં ૨૮ મે “વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે. માસિક ઋતુ સ્ત્રાવ તથા તે અંતર્ગત વિવિધ બાબતો જેવી કે જનનાંગો ની સ્વચ્છતા, સેનેટરી પેડ, ફલાલીન ના કપડા, મેન્સ્ટ્રુઅલ કપ નો ઉપયોગ તથા તેના યોગ્ય નિકાલ, મહિલાઓના કામના સ્થળે પેડનો ઉપયોગ અને તેના નિકાલ અંગે જરૂરી સુવિધાઓ, માસિક સંબંધી ગેરમાન્યતાઓ અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે અને બહોળા પ્રમાણમાં લોક જાગૃતિ કેળવાય તેવા ઉમદા હેતુસર આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ તા ૨૨ થી ૨૬ મે સુધી “માસિક મહોત્સવ “ ઉજવણી નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૨૨ થી ૨૬ મે ૨૦૨૩ દરમિયાન સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ & વેલનેસ સેન્ટર અને નર્સિંગ કોલેજો ખાતે માસિક ઋતુ સ્ત્રાવ સંબંધી લોક જાગૃતિ કેળવાય તે માટે રંગોળી, ચિત્રકામ, નાટક, રેલી, પ્રદર્શન, વકતૃત્વ સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન ગોઠવવામાં આવેલ છે. વિશેષમાં તા. ૨૫ મે ના રોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ જેવીકે, કલેક્ટર- પ્રાંત કચેરી, જિલ્લા-તાલુકા પંચાયત કચેરી, ન્યાયાલય, નગરપાલિકા, પોલીસ સ્ટેશન, જી.ઇ.બી ઓફિસ ખાતે પણ તબીબી અધિકારીશ્રીઓ અને આયુષ મેડીકલ ઓફિસર દ્વારા જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે.
તા. ૨૯ મે ના રોજ જિલ્લા કક્ષાની ઉજવણીમા રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ, આરોગ્ય તથા વિવિધ શાખાના અધિકારી-કર્મચારીઓ, પિયર એજયુકેટર ની ઉપસ્થિતિમાં “વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ “ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
***********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.