પેટ્રોલપંપે 3 દી’માં ન આવે એટલી 2000ની નોટ 3 કલાકમાં આવી - At This Time

પેટ્રોલપંપે 3 દી’માં ન આવે એટલી 2000ની નોટ 3 કલાકમાં આવી


શુક્રવારે રૂ. 2 હજારની નોટ પાછી ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ નોટબંધીના દશ્ય તાજા થયા હોય તેવો માહોલ સર્જાયો હતો. પેટ્રોલપંપ, સોની બજારમાં, ઠંડાપીણા, આઈસ્ક્રીમની દુકાને રૂ. 2 હજારની નોટ જ લોકોએ વટાવી હતી. જો કે કયાંક તેનો સ્વીકાર થયો હતો. તો કોઈએ સ્વીકારવાની ના પાડી હતી. રૂ. 2 હજારની નોટ બંધ થવાની જાહેરાત થતાની સાથે જ સૌથી વધુ ઈન્કવાયરી સોની બજારમાં થઇ હતી. અનેક લોકોએ ફોન કરીને પૂછ્યું હતું કે, મારી પાસે રૂ. 2 હજારની નોટ છે. સોનું ખરીદવું છે તમે લેશો? તો બીજી બાજુ સોનાના ભાવમાં પણ વધારો આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.