સાબરકાંઠા જીલ્લાના પ્રોહીબીશનના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ - At This Time

સાબરકાંઠા જીલ્લાના પ્રોહીબીશનના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ


સાબરકાંઠા જીલ્લાના પ્રોહીબીશનના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સા.શ્રી નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ શ્રી . એમ.ડી.ચંપાવત પો.ઇન્સ . એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા પેરોલ ફર્લો સ્ક્વોડ એલ.સી.બી.તથા એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ તથા એ.એસ.આઇ.રજુસિંહ તથા અ.હે.કો ધર્મેન્દ્રસિંહ તથા અ.પો.કો.ગોપાલભાઇ તથા અ.પો.કો. વિરેન્દ્રભાઇ તથા ડ્રા.પો.કો ચંન્દ્રસિંહ વિગેરે એલ.સી.બી.સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ તથા એ.એસ.આઇ. રજુસિંહ તથા અ.હે.કો ધર્મેન્દ્રસિંહ નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે , રાજુભાઇ આત્મારામ ભોઇ રહે - ગતરાડ તા . દશકોઇ જી.અમદાવાદ નાઓ વિજયનગર પોલીસ સ્ટેશનના થર્ડ ગુ.ર.નં .૧૧૨૦૯૦૫૫૨૦૦૩૦૧ / ૨૦૨૦ પ્રોહી કલમ ૬૫ એઇ , ૮૧ , ૯૮ ( ૨ ) , ૧૧૬ બી , ના પ્રોહીબીશનના ગુન્હાઓમાં નાસતો ફરતો હોઇ અને જે ગતરાડ ગામે પોતાના ઘરે હોવાની બાતમી હકીકત હોવાથી ગતરાડ ગામે જઇ સદરી આરોપી મળી આવતા સદરી આરોપીને સી.આર.પી.સી.ક .૪૧ ( ૧ ) આઇ મુજબ ડીટેન કરવામાં આવેલ છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.