રાજકોટમાં જાહેરમાં પિચકારી મારનાર 3.41 લાખના ચલણ સામે માત્ર 58,200 વસુલાયા, દંડ ન ભરનારના ઘરે હવે મહેમાન આવશે - At This Time

રાજકોટમાં જાહેરમાં પિચકારી મારનાર 3.41 લાખના ચલણ સામે માત્ર 58,200 વસુલાયા, દંડ ન ભરનારના ઘરે હવે મહેમાન આવશે


રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટે મનપા દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જાહેર રસ્તા પર થૂંકતા લોકોને અલગ અલગ સ્થળો ઉપર ફીટ કરવામાં આવેલા 1000 કેમેરા દ્વારા ઝડપી લઈ ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવે છે. હાલ કમાન એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી આ કામગીરી કરવામાં આવી રહી છે. નાણાકીય વર્ષમાં મનપાએ આવા 1,652 લોકોને ઝડપી પાડીને કુલ 3.41 લાખના ચલણ ઇસ્યુ કર્યા છે. જોકે આ પૈકી અત્યાર સુધીમાં 58,200નાં માત્ર 286 ચલણની જ વસુલાત થઈ છે. જેને લઈને હવે મનપા દ્વારા દંડ નહીં ભરનારની ઘરે જઈ વસુલાત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.