રૂ.૩૦૦૦ માં પોતાની અને અન્યની જીંદગી પર દાવ લગાડતા ૧૪ રેસરોને પડધરી પોલીસે પકડી પાડયા જુગારધારા સહિતનો ગુન્હો નોંધાયો - At This Time

રૂ.૩૦૦૦ માં પોતાની અને અન્યની જીંદગી પર દાવ લગાડતા ૧૪ રેસરોને પડધરી પોલીસે પકડી પાડયા જુગારધારા સહિતનો ગુન્હો નોંધાયો


રાજકોટ-પડધરી હાઇવે પર વાહનોની રેસ લગાવી કેટલાક શખ્સો જુગાર રમતા હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વાહનોની રેસ પર જુગાર રમતાં મોત સે દોસ્તી નામના ગ્રૂપના 14 શખ્સને પોલીસે ઝડપી લીધા છે..

પડધરી પોલીસ મથકના પીએસઆઇ જે.જી.ઝાલા સહિતનો સ્ટાફ જામનગર હાઇવે પર પેટ્રોલિંગમાં હતો. ત્યારે તરઘડી ગામ પાસે કેટલાક શખ્સોનું ટોળું જોવા મળતા તુરંત ત્યાં દોડી ગયા હતા. તપાસ કરતા તેઓ વાહનની રેસ પર પૈસા લગાડી જુગાર રમતા હોવાનું જાણવા મળ્યું હતું, જે તમામ શખ્સો રાજકોટ શહેરના છે અને તમામ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.