હળવદની સરા ચોકડીએ ટ્રકની ઠોકરે પતિની નજર સામે પત્નીનું મોત - At This Time

હળવદની સરા ચોકડીએ ટ્રકની ઠોકરે પતિની નજર સામે પત્નીનું મોત


હળવદની સરા ચોકડીએ દીકરીના ઘરે આંટો મારીને પરત ફરતું દંપતી વાહનની રાહ જોઅતું હતું ત્યારે ટ્રકના વ્હીલના જોટામાં આવી જતા પતિની નજર સામે પત્નીનું મોત થયું હતું જે બનાવ મામલે હળવદ પોલીસે તપાસ ચલાવી છે

મુળી તાલુકાના રાયસંગપર વેલાળા ગામના રહેવાસી વાલાભાઈ સવશીભાઈ જખાણીયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધે ટ્રક ટ્રેઇલર જીજે ૧૪ ઝેડ ૦૬૪૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી વાલાભાઈ અને તેના પત્ની ગુલાબ બંને ગત તા. ૦૩ ના રોજ બંને દીકરીના ઘરે આંટો મારવા ગયા હતા અને સવારના સાતેક વાગ્યે દીકરીના ઘરેથી રાયસંગપર વેલાળા જવા નીકળ્યા હતા વેલાળા જવા માટે સરા ચોકડીએ આઠેક વાગ્યે પહોંચ્યા અને સરા ચોકડી પાસે વાહનની રાહ જોતા હતા
ત્યારે ધ્રાંગધ્રા તરફથી એક મોટી ગાડી આવી અને પત્નીએ ટ્રક ડ્રાઈવર પાસે પૈસાની માંગણી કરતા ટ્રક ડ્રાઈવરે ટ્રક ઉભો રાખી પત્નીને પૈસા આપી ટ્રક રવાના કરતા પત્ની ટ્રકની બાજુમાં જ હોય અને ટ્રકની અડફેટે આવી જતા વ્હીલના જોટામાં ભટકાઈ જતા શરીરે ઈજા પહોંચી હતી જેથી ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં ફરજ પરનાર ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી હળવદ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.