સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજનું ગૌરવ એવાં શ્રી પ્રવીણભાઈ ખાચરને કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અર્પણ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ybdriyomkahdivzs/" left="-10"]

સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજનું ગૌરવ એવાં શ્રી પ્રવીણભાઈ ખાચરને કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અર્પણ


સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજનું ગૌરવ એવાં શ્રી પ્રવીણભાઈ ખાચરને કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અર્પણ

ગોંડલ શહેર અને કોટડા સાંગાણી તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત 14 માં સરસ્વતી સન્માન સમારોહ પાંચાળનું પ્રગટ પિરાણુ એવાં વિહળધામ પાળીયાદના પ્રેરક,સંચાલક પરમ આદરણિય ભયલુબાપુની અધ્યક્ષતામાં યોજાતો હતો...
સમગ્ર કાઠી દરબાર સમાજ ગુજરાતના હજારથી વધુ વડિલો,આગેવાનો, મહાનુભાવો અને આદરણિય વ્યકિત પ્રતિભાઓની સવિશેષ હાજરીમાં અનેક એવોર્ડ અને પારિતોષિકોથી સન્માનિત કાઠી ક્ષત્રિય સમાજનું અણમોલ રત્ન એવાં શ્રી પ્રવીણભાઈ ખાચરને સમગ્ર સમાજવતી એમની અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિઓ અને અવિસ્મરણીય ઉત્તમ કામગીરીની કદર રુપે ગોલ્ડન પ્લેટેડ મોમેન્ટો શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યાં....
કાઠી ક્ષત્રિય સમાજમાં શિક્ષણ સુધારણા અને શિક્ષણ દ્વારા નવચેતનનો સંચાર કરતા કાઠી દરબાર શિક્ષણ સમિતિ ગુજરાતની ટીમના ભાઈશ્રી હરેશભાઈ ખાચર,શ્રી ડી.ડી ધાધલ ,શ્રી પ્રદ્યુમ્નભાઈ ખાચર સાહેબ,ખુમાણ સાહેબ,અનકભાઈ વાળા સાહેબ,શ્રી બસિયા સાહેબ,ગીડા સાહેબ,મુળુભાઇ સાહેબ,દેવુભા સાહેબ,દિલીપભાઈ સાહેબ સાથે 50++ આદરણિય વડિલો ,યુવા ટીમ હાજર રહી .... સમગ્ર સન્માન સમારોહનો મુખ્ય અને મધ્યમવર્તી વિચાર માત્ર શિક્ષણ રહ્યો એનું ભારોભાર ગૌરવ.....આદરણીય શ્રી ચાંપરાજભાઈ અને સમગ્ર ટીમ ગોડલને આજના સફળ ઉપક્રમની ખોબલે શુભેચ્છાઓ.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]