વિસાવદર પી.જી.વી. સી.એલ-૧ ની કચેરીમાં ડેપ્યુટી ઇજનેરની જગ્યા તાત્કાલિક ભરો :ટિમ ગબ્બર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bbpd5tc8hq1qdpgy/" left="-10"]

વિસાવદર પી.જી.વી. સી.એલ-૧ ની કચેરીમાં ડેપ્યુટી ઇજનેરની જગ્યા તાત્કાલિક ભરો :ટિમ ગબ્બર


વિસાવદરતા.ટીમ ગબ્બર ગુજરાત ના કે એચ ગજેરા અને વિસાવદરના નયનભાઈ જોષી એડવોકેટ દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપની મુખ્ય ઈજનેર રાજકોટ
મુખ્યમંત્રી,વિરોધ પક્ષના નેતા વિગેરેને લેખીતમાં રજુઆત કરી જણાવેલ છે કે, પીજીવીસીએલ કંપનીના વિસાવદર સબ ડિવિઝન નીચે અનેક ગામડાઓ તથા વિસાવદર સીટી વિસ્તાર આવતો હોય આ સબ ડિવિઝનમાં છેલ્લા ઘણા સમયથી ડેપ્યુટી ઇજનેરની જગ્યા ભરવામાં આવેલ નથી એક જ અધિકારી દ્વારા ગાડુ ગબડાવાતું હોય અને અવારનવાર ફોલ્ટ,ટીસીના પ્રશ્નો ઉભા થતા હોય પ્રજાને તથા ખેતીવાડીના ગ્રાહકોને મુશ્કેલીઓ પડતી હોય આ તાલુકામાં અવાર નવાર રજુઆત કરવા છતાં પણ આ જગ્યા ખાલી રાખવામાં આવેલ હોય આ જગ્યા ઉપર તાત્કાલીક અસરથી ડેપ્યુટી ઇજનેરની નિમણૂક કરવા માંગણી સહ રજુવાત છે.

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]