જામજોધપુર તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશા બહેનો માટે તાલીમ સત્રનું આયોજન કરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yb28mbf1pf4migag/" left="-10"]

જામજોધપુર તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશા બહેનો માટે તાલીમ સત્રનું આયોજન કરાયું


વર્કશોપમાં આશા બહેનો અને આશા ફેસીલીટર બહેનોને પી.સી. અને પી.એન.ડી.ટી. એકટ વિષે જાગૃતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું

'બેટી બચાઓ બેટી પઢાઓ' કાર્યક્રમને વેગ મળે તે હેતુથી જામનગર તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશા બહેનો અને આશા ફેસીલીટર બહેનો માટે પી.સી. અને પી.એન.ડી.ટી. એકટ વિષે જાગૃતિ અને માર્ગદર્શન માટે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરી-દીકરા વચ્ચેના ભેદભાવો દુર થાય અને બંનેને ઉચ્ચ અને ગુણવતાયુક્ત જીવન જીવવા માટે સમાન તક મળે તે હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી. એન. ક્ન્નરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આર.સી.એચ.ઓ. શ્રી ડો. નુપુરકુમારી પ્રસાદ તેમજ જિલ્લા પી.એચ.એન. શ્રી જયાબેન રાઠોડ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ સત્રમાં જામજોધપુર ટી.એચ.વી. શ્રી ખમ્માબા જાડેજા અને વાંસજાળીયા મેડીકલ ઓફીસરશ્રી ડો. નિકીતાબેન રાવલીયા ઉપસ્થિત રહયા હતા. તાલીમનું આયોજન તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. જે.આર. ૫ટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમ સત્રને સફળ બનાવવા માટે એમ.પી.એસ. શ્રી દીનેશભાઈ અપારનાથીભાઈ તથા તાલુકા આરોગ્ય કચેરીના કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]