પહેલા ફેલ કર્યા, છાત્રોએ પેપર ખોલાવ્યું તો 21થી 30 માર્ક વધ્યા! - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/y6ojcwfdwtj9qnkj/" left="-10"]

પહેલા ફેલ કર્યા, છાત્રોએ પેપર ખોલાવ્યું તો 21થી 30 માર્ક વધ્યા!


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.એ. સેમેસ્ટર 2 અને 4માં ગંભીર છબરડાં બહાર આવ્યા

કેટલાક​​​​​​​ પ્રોફેસરો પેપર ખોટા કાઢે, ચેકિંગ ખોટું કરે છતાં પરીક્ષા વિભાગ તેમને છાવરે!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરોએ પેપર કાઢવામાં ગંભીર ભૂલ કરી હોવાને લઈને વિવાદ થયો હતો અને હવે કેટલાક પ્રોફેસરોએ પેપર ચેક કરવામાં પણ છબરડા કરતા વિવાદ થયો છે. પ્રોફેસરોએ પેપર ચેક કરવામાં વેઠ ઉતારતા તેના કારણે વિદ્યાર્થીઓને માનસિક અસર પણ થાય છે અને તેની કારકિર્દી પણ જોખમમાં મુકાય છે.

તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.એ. અંગ્રેજી સેમેસ્ટર-2 અને 4ના કેટલાક વિદ્યાર્થીઓને પહેલા ફેલ કર્યા, બાદમાં આ વિદ્યાર્થીઓએ પેપર ખોલાવતા કેટલાકને 21 માર્કનો વધારો થયો, કેટલાકને 25 તો કોઈને 30 માર્ક વધ્યા. યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરો પેપર પણ ખોટા કાઢે, અને કેટલાક પેપર ચેકિંગમાં પણ છબરડા કરે છતાં યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ તેમને છાવરે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]