રામનાથપરા મંદિર પાસે જુગાર રમતા 11 ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kngfvnepich53iep/" left="-10"]

રામનાથપરા મંદિર પાસે જુગાર રમતા 11 ઝડપાયા


પોલીસને જોઇને એક શખ્સ ભાગી છૂટવામાં સફળ

શહેરના રામનાથ મહાદેવ મંદિર પાસે આજી નદીના કાંઠે મોટી સંખ્યામાં શખ્સો જુગાર રમતા હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે કુનેહપૂર્વક દરોડો પાડી 11 જુગારીને પકડી પાડ્યા હતા. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે જુગારના પટમાંથી રૂ.59,150ની રોકડ ઉપરાંત છ મોબાઇલ મળી કુલ રૂ.98,150નો મુદ્દામાલ કબજે કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]