શ્રી વિશા ઓસવાલ જૈન ની માતૃશ્રી પાર્વતીબેન દામજી ખેરાજ છાડવા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T 3 કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xkqnr50alghcwrcz/" left="-10"]

શ્રી વિશા ઓસવાલ જૈન ની માતૃશ્રી પાર્વતીબેન દામજી ખેરાજ છાડવા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T 3 કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સર તેમજ જુના કટારીયા પી.એચ.સી મેડિકલ ઓફિસર ડો. રવિ સાહેબ અને આયુષ મેડિકલ ઓફિસર ડૉ ભુમિકાબેન ના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી જુના કટારીયા ના લાકડીયા સબ સેન્ટર ના વિસ્તારની શ્રી વિશા ઓસવાલ જૈન ની માતૃશ્રી પાર્વતીબેન દામજી ખેરાજ છાડવા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T 3 કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં સી.એચ.ઓ અવની રાવલ, ચાંદની ચૌહાણ અને દિલીપભાઈ પરમાર, એ.એન.એમ અશ્વિનીબેન પટેલ, તરૂણા બેન પટેલ, એમ.પી.એચ.ડબલ્યુ. રાજુ ભાઈ પરમાર તેમજ એડોલેશનત હેલ્થ કાઉન્સેલર કિરેન પાતર અને સંદીપભાઈ પટેલ તેમજ સ્ટાફગણ હાજર રહ્યા હતા.
જેમાં કિશોરી ને ન્યુટ્રીશન વિશે જેમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ ,સરગવો,મીઠો લીમડો, ખજૂર વિશે તેમજ બહાર ના જંક ફૂડ ના ખાવા વિશે ની વિસ્તૃત માં ચર્ચા કરવા માં આવી હતી. તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માહિતી આપવા માં આવી હતી.
જેમાં T3 કેમ્પ કરવા માં આવ્યો હતો. દરેક કિશોરી ના એચ.બી ચેક કરવા માં આવ્યા હતા. જેમાં ઓછા એચ.બી વાળા કિશોરી નું કાઉન્સેલિંગ કરવા માં આવ્યું હતું.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લાકડીયા સબ સેન્ટર 1,2 અને 3 ના તમામ સ્ટાફ અને કોલેજના આચાર્યશ્રી તેમજ તમામ સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]