શ્રી આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતી DLSS ખેલાડીઓ ૪૫મી જુનિયર ગર્લ્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ બિહાર ખાતે બ્રોન્ઝ પ્રાપ્ત કરી ગુજરાતનો દબદબો - At This Time

શ્રી આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતી DLSS ખેલાડીઓ ૪૫મી જુનિયર ગર્લ્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ બિહાર ખાતે બ્રોન્ઝ પ્રાપ્ત કરી ગુજરાતનો દબદબો


શ્રી આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતી DLSS ખેલાડીઓ ૪૫મી જુનિયર ગર્લ્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ બિહાર ખાતે બ્રોન્ઝ પ્રાપ્ત કરી ગુજરાતનો દબદબો

ગત,તા,૨૪ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૪ દરમીયાન ૪૫મી જુનિયર ગર્લ્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટ બિહાર ખાતે યોજવામાં આવેલ.જેમાં સમગ્ર રાજ્યોની હેન્ડબોલ ટીમોએ ભાગ લીધેલ હોય,અઠવાડિયાથી ચાલતી આ ટુર્નામેન્ટમાં ગુજરાતની હેન્ડબોલ ટીમ દ્વારા ખુબ જ અદભૂત પ્રદર્શન કરી વિજય મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે.આ ટીમમાં શ્રી આદર્શ વિદ્યાલય બોટાદ ખાતેની DLSS ખેલાડીઓ.(૧) ધાધલ કૃપા (૨) મકવાણા અનીતા દ્રારા ગુજરાતની ટીમમાં ભાગ લીધેલ.સમગ્ર હેન્ડબોલ ટીમ દ્વારા ખુબ જ પ્રભાવશાળી પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત રાજયનું,બોટાદ જીલ્લાનું તેમજ શ્રી આદર્શ વિદ્યાલય બોટાદનું નામ રોશન કરી ગૌરવ વધારેલ છે. જે બદલ DLSS ખેલાડીઓને તાલીમ આપતા હેન્ડબોલ ટીમના કોચ/ટ્રેનર (૧) બેલીમ ઉસ્માન સાહેબશ્રી (૨) નઈમ પઢિયાર સાહેબશ્રી નો તેમજ હેન્ડબોલ ટીમમાં ભાગ લેનાર ખેલાડીઓનો શાળાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પ્રભુસાહેબશ્રી તેમજ શાળાના આચાર્યશ્રી તેમજ સમગ્ર સંકુલ વતી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ છે.અને આગામી સ્પર્ધાઓમાં ખુબ સારુ પ્રદર્શન કરી વધુ સિદ્ધિ પ્રાપ્ત કરી ભારત દેશનું,શાળાનું અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ વ્યકત કરેલ છે.ખુબ ખુબ અભિનંદન તમામ સ્ટાફને.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.